Music Director Kidnapped Before Music Launch Of Andhadhun
  • Home
  • Featured
  • ‘અંધાધુન’ ફિલ્મનાં ટાઇટલ ટ્રેક રીલીઝ પહેલા જ મ્યૂઝિક ડાયરેક્ટરનું થયું અપહરણ!

‘અંધાધુન’ ફિલ્મનાં ટાઇટલ ટ્રેક રીલીઝ પહેલા જ મ્યૂઝિક ડાયરેક્ટરનું થયું અપહરણ!

 | 4:29 pm IST

અભિનેતા આયુષ્યમાન ખુરાના અને અભિનેત્રી રાધિકા આપ્ટે પહેલીવાર ફિલ્મ ‘અંધાધુન’માં સાથે જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન જાણીતા ડાયરેક્ટર શ્રીરામ રાઘવને કર્યું છે. ‘અંધાધુન’ ફિલ્મનાં મ્યૂઝિક ડાયરેક્ટર સિંગર રફ્તાર છે. જો કે ફિલ્મનાં ટાઇટલ ટ્રેકનાં રિલીઝ પહેલા જ ફિલ્મનાં મ્યૂઝિક ડાયરેક્ટરનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. જો કે ચોંકી જવાની જરૂર નથી કારણ કે ટાઇટલ ટ્રેક ગીતનાં પ્રમોશન માટે મેકર્સે આવો વિડીયો બનાવ્યો છે. વિડીયોમાં રફ્તારને બાંધવામાં આવ્યો હોય તેવુ દર્શાવવામાં આવ્યું છે. આ વિડીયોને આયુષ્યમાન ખુરાનાએ પોતાના વેરિફાઇડ ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.