સંગીત મગજ પર સીધી અસર કરે છે : શોધ - Sandesh
  • Home
  • Newspaper
  • સંગીત મગજ પર સીધી અસર કરે છે : શોધ

સંગીત મગજ પર સીધી અસર કરે છે : શોધ

 | 12:32 am IST

ગંધ શા માટે આવે છે?  

કેટલાંક લોકો હંમેશાં ફરિયાદ કરતાં રહે છે કે તેમને વાસ આવે છે. વાસ તેમને હેરાન કરી દે છે, પરંતુ કોઈ તેનું કારણ નથી સમજી શકતું. આ પ્રકારની ફરિયાદ કરનારાઓમાં હંમેશાં ફેનમ ઓડર પર્સેપ્શન(પીઓપી) જોવા મળે છે. જેઓ પીઓપીની ફરિયાદથી પીડાતાં હોય છે તેમને ઘણી વાર એવી વસ્તુઓની ગંધ આવે છે કે જે હકીકતે હોતી જ નથી. પીઓપી લોકોનાં ખાનપાનને પણ પ્રભાવિત કરે છે. આવાં લોકો પોતાને આવતી વાસમાં એટલાં ખોવાયેલાં રહે છે કે ઘણી વાર આવાં લોકો આગ, સડેલાં ભોજન અને જોખમી ખતરાને ઓળખી પણ નથી શકતાં. અમેરિકી સંશોધકોએ ૭,૦૦૦ લોકો પર અભ્યાસ પછી જાણ્યું છે કે પીઓપી જેવી વ્યાધિ હવે સામાન્યપણે થતી રહે છે. સંશોધનનાં પરિણામો કહે છે કે ૪૦ વર્ષથી ઉપરની પ્રત્યેક ૧૫એ ૧ વ્યક્તિ પીઓપીનો અનુભવ કરે છે. જોકે પીઓપીનાં વાસ્તવિક કારણો હજી જાણી શકાયાં નથી, જોકે સંશોધકો માને છે કે વધુ પડતી સંવેદનશીલ કોષિકાઓ આ માટે જવાબદાર છે.

બાજ વધારે હોય તેવું સંગીત સાંભળીને પગ થિરકે છે  

દરેક સમુદાય અને સંસ્કૃતિમાં સંગીત જોવા મળે છે. ઘણી વાર તો સંગીત કાને પડતાં જ પગ થિરકવા લાગે છે. તમે કદી વિચાર્યું છે કે સંગીતમાં એવું શું હોય છે કે તમારામાં નૃત્યનું જોશ ભરે છે. તમે અચાનક નાચવા શા માટે લાગો છો?  ઓસ્ટ્રેલિયામાં વિજ્ઞા।નીઓએ આ મુદ્દે સંશોધન કર્યું છે. સંગીતમાં આ બધા સવાલોના જવાબ બાજમાં છુપાયેલા છે. અભ્યાસ કરનારાઓએ નીચી ફ્રીક્વન્સી અને ઊંચી ફ્રીક્વન્સી અવાજ મગજ પર કેવા પરિવર્તન કરે છે તેનો અભ્યાસ કર્યો હતો. તે અવાજથી જ સંગીતની રિધમ બને છે. સંગીત સાથે મગજમાં થતા ફેરફાર સમજવા માટે ઇલેક્ટ્રો અન્સેફેલોગ્રાફીનો ઉપયોગ થાય છે. વિજ્ઞા।નીઓએ જોયું કે મસ્તિષ્ક પર થતી તમામ અસર સંગીતના બાજ પર આધારિત હોય છે. કોઈ સંગીતમાં બાજ ઊંચું હોય તો પગ વધુ થિરકવા લાગે છે, લોકો વધુ નાચે છે. સંશોધનકર્તાઓને આશા છે કે તેમનું સંશોધન મેડિકલ કન્ડિશન સ્થિતિ સમજીને અને તેનો સારવાર માટે ઉપયોગ થઈ શકે છે.

તંગદિલી સંબંધોને બગાડે છે

પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં તણાવ હોય તો તેની અસર આરોગ્ય પર પણ પડે છે. ઓહિયો યુનિવર્સિટીનું સંશોધન આવાં દંપતીમાં ‘લીકી ગેટ સિન્ડ્રોમ’નો ખતરો વધવાની વાત કરે છે. આ સિન્ડ્રોમ હેઠળ આંતરડામાં છિદ્ર પડે છે, જેને કારણે બેક્ટેરિયા અને ઝેરી પદાર્થ લોહીમાં પહોંચવા લાગે છે, જેને કારણે પેટમાં બળતરા, સોજો વગેરેની સમસ્યા સર્જાય છે. બીમારીની આ શરૂઆત છે.  અભ્યાસ દરમિયાન સંશોધનકર્તાએ દંપતીને સવાલ કર્યા હતા કે કયા મુદ્દે તેમની વચ્ચે ઝઘડા થાય છે. જે જવાબ મળતા હતા તેમાં નાણાકીય પ્રશ્નો અને સાસરિયાં જેવા જવાબો મહદંશે હતા. તે પછી આ જ મુદ્દાઓ પર ચર્ચા કરીને દંપતીને ૨૦ મિનિટનો સમય આપવામાં આવ્યો. સંશોધનને પરિણામે ધ્યાને આવ્યું હતું કે જે વ્યક્તિને પોતાના પાર્ટનર પ્રતિ વધુ શત્રુતા હોય તેમનાં લોહીમાં પ્રોટીનતત્ત્વ વધુ હોય છે. પ્રોટીનની તે હાજરી લીકી ગેટ સિન્ડ્રોમ તરફ સંકેત આપે છે.