musical fountain show from akash ambani and shloka mehta wedding
  • Home
  • Videos
  • Featured Videos
  • આકાશ-શ્લોકાના લગ્નની ખુશીમાં અનેરા ‘મ્યુઝીકલ ફાઉન્ટેન શો’ નો ભવ્ય Video

આકાશ-શ્લોકાના લગ્નની ખુશીમાં અનેરા ‘મ્યુઝીકલ ફાઉન્ટેન શો’ નો ભવ્ય Video

 | 9:32 am IST

અંબાણી પરિવાર દ્વારા મુંબઈવાસીઓને અર્પણ કરવામાં આવેલા ધીરુભાઈ અંબાણી સ્ક્વેર ખાતે હવે 12 માર્ચના રોજ ભારતના સશસ્ત્ર દળ અને પોલીસ સહિતના 7000 જેટલા જવાનો માટે એક ખાસ મ્યુઝિકલ ફાઉન્ટેન શોનું આયોજન કરવામાં આવ્યું હતુ જે પ્રથમ વખત યોજાવામાં આવ્યો છે.

સૈનિકો અને પોલીસ જવાનો માટે યોજાઈ રહેલા આ ખાસ ફાઉન્ટેન શો થકી પાણી, જમીન અને આકાશના તાલમેલનું એક અદભુત દ્રશ્ય ગીત-સંગીત-નૃત્ય થકી વ્યક્ત કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. આ શોમાં 150થી વધુ ભારતીય અને આંતરરાષ્ટ્રીય કલાકારો પોતાની કળાનું પ્રદર્શન કરી પૌરાણિક કથામાંથી શ્રી કૃષ્ણ ભગવાનની રાસ લીલા ઉભી કરશે જેમાં રાધા અને વૃંદાવનની ગોપીઓ પણ જોવા મળ્યા હતા.

બાંદ્ર કુર્લા કોમ્પલેક્ષ ખાતે વિશ્વની તુલનાએ આવી શકે તેવા જિયો વર્લ્ડ સેન્ટરના પ્રવેશદ્વાર ધીરુભાઈ અંબાણી સ્ક્વેર ખાતે આકાશ અને શ્લોકના લગ્ન પ્રસંગની ઉજવણી સાથે આ વિશેષ કાર્યક્રમની આયોજન કરવામાં આવ્યું હતુ. લગભગ 600થી વધુ LED લાઈટ્સ, ફાયર ઈફેક્ટ અને 392 જેટલા 45 ફૂટ સુધી પાણી છોડવા સક્ષમ નોઝલ અને ધુંધ છોડી શકે તેવી ખાસ વ્યવસ્થા ધરવતી આ જગ્યા મુંબઈગરાઓ માટે ખુલ્લી મુકવામાં આવી છે. એવી ધારણા છે કે મુંબઈવાસીઓ માટે ખુલ્લી જગ્યાએ એકત્ર થવા માટે આ એક પસંદગીનું સ્થળ બની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન