musician Cy Tucker lost life due to coronavirus infection
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘કોરોના‘એ આ લોકપ્રિય અને દિગ્ગજ કલાકારનો લીધો જીવ, પરિવાર અને ફેન્સમાં શોકનો માહોલ

‘કોરોના‘એ આ લોકપ્રિય અને દિગ્ગજ કલાકારનો લીધો જીવ, પરિવાર અને ફેન્સમાં શોકનો માહોલ

 | 9:51 pm IST

કોરોના વાયરસે હાલ આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. આ જીવલેણ વાયરસે દુનિયાભારમાં અત્યાર સુધી હજારો લોકોના જીવ લીધા છે. જ્યારે લાખો લોકો આ વાયરસની ચપેટમાં છે. ચીનથી ફેલાયેલ આ વાયરસે ભારતમાં પણ એન્ટ્રી કરી છે અને દિવસે-દિવસે આ વાયરસ લોકોમાં ફેલાઈ રહ્યો છે. કોરોનાના કેસ ભારતમાં સતત વધી રહ્યા છે. ત્યારે સરકારે સાવચેતી પગલે 21 દિવસ સુધી ડાઉનલોકની જાહેરાત કરી છે.

આ પરિસ્થિતિઓ વચ્ચે એક માઠા સમાચાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ કોરોના વાયરસના કારણે જાણીતા અને લોકપ્રિય સંગીતકાર Cy Tuckerનું મોત થયું છે. તે 76 વર્ષના હતા. તેમણે આગામી સપ્તાહ COVID-19ના લક્ષણ નજરે આવ્યા હતા. રિપોર્ટ પ્રમાણે સોમવારે રોયલ લિવરપૂલ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ લિવરપૂલમાં પહેલા શખ્સ છે જેમની વાયરસના કરણે મોત થઈ છે. તેમણે ડાયબીટિઝ અને હાર્ટ સંબંધી પણ સમસ્યા હતી.

આપણે જ મોત પહેલા તેઓ gigs પ્લે કરતા હતા અને લિવરપૂલની નજીક ક્લબ્સમાં પર્ફોર્મ કરતા હતા. 60ના દાયકામાં તેમણે કેટલાક બેન્ડ સાથે પર્ફોર્મ કર્યુ હતું. Cy Tuckerના મોતથી તેમના પરિવાર અને ફેન્સમાં શોકનો માહોલ છે.

આ વીડિયો પણ જુઓ: કોરોનોને લઈ અમદાવાદ ફાયર વિભાગ સર્તક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન