Muslim Countries Gave Advice To Pakistan That How To Talk About Modi
  • Home
  • Featured
  • મુસ્લિમ દેશો પણ ભારતની સાથે, PM મોદીને લઇને પાકિસ્તાનને આપી મહત્વની શિખામણ

મુસ્લિમ દેશો પણ ભારતની સાથે, PM મોદીને લઇને પાકિસ્તાનને આપી મહત્વની શિખામણ

 | 5:24 pm IST

દુનિયાનાં પ્રભાવી મુસ્લિમ દેશોએ પાકિસ્તાનને સમજાવી દીધું છે કે તે આડેધડ નિવેદનો કરવાનું છોડીને ભારતની સાથે બેકડૉર ડિપ્લોમેસી પહેલ શરૂ કરે. આ સાથે જ પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાનને પણ આ જ શિખામણ આપી છે કે તે ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિરુદ્ધ ઉગ્ર નિવેદનો કરવાની જગ્યાએ વાતચીતનાં ટોનને નીચો રાખે, જેથી બંને દેશોની વચ્ચે કાશ્મીર મુદ્દાને લઇને ઉપજેલા તણાવને ઓછો કરવામાં આવી શકે. પાકિસ્તાની સમાચારપત્ર ‘ધ એક્સ્પ્રેસ ટ્ર્બ્યૂન’એ આ રિપોર્ટનો ખુલાસો કર્યો છે.

સાઉદી અરબે સહિતનાં દેશોએ પાકિસ્તાનને આપી શિખામણ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિતેલી 3 સપ્ટેમ્બરનાં જ્યારે સાઉદી અરબનાં વિદેશી મંત્રી અદેલ-ઝુબેર અને સંયુક્ત અરબ અમીરાતનાં વિદેશ મંત્રી અબ્દુલ્લાહ બિન અલ-નાહ્યાને ઇસ્લામાબાદનો પ્રવાસ કર્યો હતો, ત્યારે બંને દેશોએ પોતપોતાના શીર્ષ નેતૃત્વની સાથે કેટલાક અન્ય શક્તિશાળી મુસ્લિમ રાષ્ટ્રોનો સંદેશ પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાનને સોંપ્યો હતો. તે સમયે બંને નેતાઓએ ઇમરાન ખાન સાથે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતુ કે તેઓ ભારત સાથે બેક ડૉર ડિપ્લોમેસી શરૂ કરે.

ભારત વિરુદ્ધ ઉગ્ર નિવેદનો કરવાથી બચવાનું કહ્યું

અદેલ અલ-ઝુબેર અને અબ્દુલ્લાહ બિન અલ-નાહ્યાને ઇમરાન ખાનની સાથે પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી અને સેના પ્રમુખ જનરલ કમર ઝાવેદ બાજવા સાથે પણ મુલાકાત કરી હતી. એક ટોપનાં સત્તાવાર સૂત્ર તરફથી કહેવામાં આવ્યું કે, “નેતાઓ વચ્ચે થયેલી તે વાતચીત ઘણી જ ગોપનીય હતી. આ બેઠકમાં પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયનાં શીર્ષ અધિકારીઓને જ પરવાનગી આપવામાં આવી હતી. આ મુલાકાતમાં પાકિસ્તાને ભારતની વિરુદ્ધ ઉગ્ર નિવેદન કરવાથી બચવાનું કહેવામાં આવ્યું હતુ.”

ભારત-પાક. વચ્ચે તણાવ ઓછો થશે તેવી શક્યતા વ્યક્ત કરી

અદેલ જલ-ઝુબેર અને અબ્દુલ્લાહ બિન અલ-નાહ્યાને વાતચીતમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવનારા દિવસોમાં તણાવ ઓછો થવાની આશા વ્યક્ત કરી હતી. ઉચ્ચ અધિકારીએ પોતાનું નામ ના આપવાની શરતે પાકિસ્તાનનાં સમાચારપત્ર ‘ધ એક્સપ્રેસ ટ્રબ્યૂન’ને જણાવ્યું કે મુસ્લિમ રાષ્ટ્રો તરફથી આપવામાં આવેલા પ્રસ્તાવમાં બંને દેશોને કાશ્મીર મુદ્દા પર બેકડૉરથી વાતચીત શરૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. જો કે પાકિસ્તાનનાં નેતાઓ મુસ્લિમ દેશોની સલાહને અવગણીને અવાર-નવાર ભારત વિરોધી નિવેદનો આપી રહ્યા છે.

આ વિડીયો પણ જુઓ: PM મોદી આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન