દીન બચાઓ રેલીમાં મોદીની ટીકા કરનારાને નીતીશે સાંજ પડતા તો MLCની ટિકીટ આપી દીધી - Sandesh
  • Home
  • India
  • દીન બચાઓ રેલીમાં મોદીની ટીકા કરનારાને નીતીશે સાંજ પડતા તો MLCની ટિકીટ આપી દીધી

દીન બચાઓ રેલીમાં મોદીની ટીકા કરનારાને નીતીશે સાંજ પડતા તો MLCની ટિકીટ આપી દીધી

 | 11:22 pm IST

મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને ઇમારત એ શરિયાએ રવિવારે દીન બચાવો, દેશ બચાવોનાં નામે લાખો મુસ્લિમોને પટનાનાં ગાંધી મેદાનમાં એકત્ર કર્યાં હતાં. મુસ્લિમ ધર્મગુરુઓએ સાંપ્રદાયિકતાનાં નામે મોદીની ભરપૂર ટીકા કરી હતી અને મુસ્લિમોની સમસ્યા માટે ભાજપને જવાબદાર ગણાવ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થાય તે પહેલાં જ કાર્યક્રમના સંયોજક ખાલિદ અનવર જેડીયુ સાથે જોડાઈ ગયા હતા. નીતીશકુમારે ખાલિદને એમએલસીની ભેટથી સન્માનિત કર્યા હતા. અનેક વખત બન્યું છે કે, મુસ્લિમ ધર્મગુરુઓને કારણે સમગ્ર સમાજને ભોગવવું પડયું હોય. નારેબાજી કરનારા ધર્મગુરુઓ મુસ્લિમોને ભેગા કરે છે અને પછી કોઈને કોઈ રાજકીય પક્ષ સાથે સાઠગાંઠ કરી બેસે છે. આઝાદી બાદ સતત આવું થતું રહ્યું છે.

મુસ્લિમોની સ્થિતિમાં કોઈ પરિવર્તન આવ્યું નથી, પરંતુ મુસ્લિમોનાં નામે રાજનીતિ કરનારાઓએ રાતોરાત પ્રગતિ કરી લીધી છે. ધર્મગુરુઓમાં ભાજપ અને મોદી સામે ઝેર ઓકીને સમાજની વાહ વાહ લૂંટવાની સિઝન શરૂ થઈ છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડના મહાસચિવ મૌલાના વલી રહેમાની કેન્દ્રની મોદી સરકાર સામે દેશભરમાં દેશ બચાવોના કાર્યક્રમ કરી રહ્યા છે, જે અંતર્ગત રવિવારે આ ક્રાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની જવાબદારી ખાલિદ અનવરે લીધી હતી, તે આ કાર્યક્રમનો બિહારનો કન્વિનર છે. ખાદિલ મૂળ દિલ્હીમાં રહે છે, બિહારનાં રાજકારણ અને મુસ્લિમો સાથે તેને કોઈ લેવાદેવા નથી. જેડીયુના કેટલાય મુસ્લિમ નેતાઓએ પદડા પાછળ આ કાર્યક્રમની સફળતા માટે કામ કર્યું હતું.

મુસ્લિમોનાં પર્સનલ લો બોર્ડ પર હુમલો કરવામાં આવે છે

મુસ્લિમ પર્સનલ લો બોર્ડના મહાસચિવ મૌલાના વલી રહમાનીએ જણાવ્યું હતું કે, અમે ચાર વર્ષ સુધી રાહ જોઈ હતી. વિચાયુંર્ હતું કે, ભાજપ બંધારણ અનુસાર દેશમાં શાસન કરવાનું શીખી લેશે, પરંતુ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. દેશની સાથોસાથ ઇસ્લામ ધર્મ સામે પણ સંકટ ઊભું થયું છે.