રામ મંદિર માટે ટ્રકમાં ઈંટો ભરીને અયોધ્યા પહોંચ્યા મુસ્લિમો, કહ્યું- 'મંદિર ત્યાં જ બનાવીશું' - Sandesh
NIFTY 10,530.65 -18.05  |  SENSEX 34,341.93 +-53.13  |  USD 65.6550 +0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • રામ મંદિર માટે ટ્રકમાં ઈંટો ભરીને અયોધ્યા પહોંચ્યા મુસ્લિમો, કહ્યું- ‘મંદિર ત્યાં જ બનાવીશું’

રામ મંદિર માટે ટ્રકમાં ઈંટો ભરીને અયોધ્યા પહોંચ્યા મુસ્લિમો, કહ્યું- ‘મંદિર ત્યાં જ બનાવીશું’

 | 11:28 am IST

રામ મંદિરના નિર્માણ માટે ચાલી રહેલી ચર્ચાઓ દરમિયાન ગુરુવારે સાંજે મુસ્લિમ કારસેવક મંચના સભ્યો અયોધ્યા પહોંચ્યાં. રામ મંદિરના નિર્માણ માટેના અભિયાન હેઠળ અયોધ્યા પહોંચેલા મુસ્લિમ કારસેવકો મંદિર બનાવવા માટે પોતાની સાથે ઈંટો ભરેલી ટ્રક પણ લાવ્યાં. માધ્યમોના અહેવાલો મુજબ લગભગ 50ની સંખ્યામાં રામલલાના દર્શન કરવા માટે પહોંચેલા કારસેવકોએ ઈંટો ભરેલા ટ્રકને સમગ્ર શહેરમાં ફેરવીને ‘જય શ્રી રામ’ અને ‘મંદિર વહી બનાએંગે’ના નારા લગાવ્યાં હતાં. તેમનું કહેવું છે કે રામ મંદિર ત્યાં જ બનવું જોઈએ, તેનાથી દેશનું નિર્માણ થશે. જો કે પોલીસે આ કારસેવકોને વિવાદાસ્પદ પરિસરમાં જતા રોક્યા હતાં. પોલીસે તેમને સમજાવીને પાછા મોકલી દીધા.

અયોધ્યા પહોંચેલા મુસ્લિમ કારસેવક મંચના રાષ્ટ્રીય અધ્યક્ષે જણાવ્યું કે અમે ઈચ્છીએ છીએ કે રામ મંદિર ત્યાં જ બને. તેમણે કહ્યું કે રામ મંદિરના નિર્માણથી દેશનું નિર્માણ થશે અને દેશનું નિર્માણ થશે તો આપણા બધાનો વિકાસ અને ઉન્નતિ થશે. મંદિર નિર્માણથી મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચેની નફરતની ખાઈ પૂરાશે. તેમણે એમ પણ કહ્યું કે હિન્દુસ્તાનના મુસલમાનો હવે જાગી ગયા છે જેમને કોમના દલાલોએ ખુબ બેવકુફ બનાવ્યાં. હવે હિન્દુસ્તાનના મુસલમાન મંદિર નિર્માણના પક્ષમાં આવી ગયા છે અને મંદિર ત્યાં જ બનશે, જ્યાં રામલલા બિરાજમાન છે.

તેમણે આગળ આવીને કહ્યું કે રામલાલા હવે ટેન્ટમાં નહીં બેસે અમે આવી ગયા છીએ. ભવ્ય મંદિર બનાવીને રામલલાને ત્યાં સ્થાપિત કરવામાં આવશે. પોતાને મુસ્લિમ કારસેવક મંચના અધ્યક્ષ ગણાવતા આઝમ ખાનને થોડા દિવસ પહેલા અટકાયતમાં લેવાયા હતાં. ખાને રાજધાની લખનઉમાં લગભગ એક ડઝન જેટલી જગ્યાઓ પર અયોધ્યામાં રામ મંદિર બનાવવાની માગણીને લઈને હોર્ડિંગો અને પોસ્ટર્સ લગાવ્યાં હતાં. આ હોર્ડિગ્સ અને પોસ્ટર્સમાં આઝમ ખાનની તસવીર સાથે લખવામાં આવ્યું હતું કે દેશના મુસલમાનોનું એ જ માન, રામ મંદિરનું ત્યાં જ થાય નિર્માણ. આઝમ ખાને કહ્યું કે રામ જ હિન્દુસ્તાનની ઓળખ છે. અયોધ્યામાં રામ મંદિરનું ભવ્ય નિર્માણ જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું કે આમ કરવા પર મને ફોન પર ધમકીઓ પણ મળવા લાગી છે.