'Muslim nations ask Imran Khan to tone down rhetoric against PM Modi'
  • Home
  • Featured
  • આ દેશોએ પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું, કહ્યું- PM મોદી સાથે પ્રેમથી વર્તો નહીં તો…

આ દેશોએ પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું, કહ્યું- PM મોદી સાથે પ્રેમથી વર્તો નહીં તો…

 | 9:47 am IST

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાથી અકળાયેલા પાકિસ્તાને વિશ્વભરના દેશોના દ્વ્રાર ખખડાવ્યા છતાં ચીન સિવાય તેને કોઇ દેશનો સાથ ન મળ્યો. વધુમાં હવે મુસ્લિમ દેશોએ તેને ભારત સાથે પાછલા બારણે બેઠક કરવા કોશિશ કરવાની સલાહ આપી દીધી. સાઉદી અરબ અને સંયુક્ત આરબ અમિરાત (યુએઇ) જેવા પ્રભાવી મુસ્લિમ દેશોએ એક બાજુ પાકને ભારત સાથે બેકડોર ડિપ્લોમસી ચેનસ સક્રિય કરવાની સલાહ આપી ઉપરાંત પાક. વડાપ્રધાન ઇમરાન ખાનને કહ્યું કે તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કડક ભાષાના ઉપયોગ પર અંકુશ મુકે.

બેકડોર ડિપ્લોમસીની કરી રજૂઆત

પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુનના ન્યૂઝ મુજબ 3 સપ્ટેમ્બરે સાઉદી અરબના નાયબ વિદેશ મંત્રી આદિલ અલ ઝૂબેર અને યુએઇના વિદેશ મંત્રી અબ્દુલ્લાહ બિન અલ નાહયાન ઇસ્લામાબાદના પ્રવાસે આવ્યા હતા. તેઓ પોતાના દેશનું નેતૃત્વ કરવા ઉપરાંત અન્ય કેટલાક શક્તિશાળી દેશો વતી સંદેશ લઇને આવ્યા હતા. તેમણે પાકિસ્તાનને કહ્યુ કે તે ભારત સાથે અનૌપચારિક વાતચીત કરે. તેમણે પીએમ ઇમરાન, વિદેશ મંત્રી શાહ મબેમૂદ કુરૈશી અને સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા સાથે મુલાકાત કરી હતી. રિપોર્ટના મતે સાઉદી અરબ અને યુએઇના ડિપ્લોમેટસે એ ઇચ્છા વ્યકત કરી છે કે પાકિસ્તાન અને ભારતની વચ્ચે તણાવ ઓછો કરવા માટે ભૂમિકા નિભાવા માંગે છે. તેમાંથી એક પ્રસ્તાવ બંને દેશોની વચ્ચે પડદાની પાછળ વાતચીત (બેકડોર ડિપ્લોમસી) પણ હતી.

સંબંધો સુધારવામાં મદદ માટે પાકિસ્તાન સામે મૂકી શરત

મધ્યસ્થોએ પાકિસ્તાનને રજૂઆત કરી કે તેઓ કાશ્મીરમાં કેટલીક પ્રતિબંધોમાં ઢીલ આપવા માટે ભારતને રાજી કરવાની કોશિષ કરી શકે છે. ચોક્કસ શરત એ મૂકી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કરવાનું બંધ કરી દેવામાં આવે. તેમણે વડાપ્રધાન ઇમરાન ખાનને કહ્યું કે તેઓ પીએમ મોદીની વિરૂદ્ધ પ્રહારો ઓછા કરે. જો કે પાકિસ્તાને તેના અનુરોધનો સ્વીકાર કરી દીધો અને સ્પષ્ટતા કરી કે તેઓ ભારતની સાથે પરંપરાગત કૂટનીતિ ત્યારે કરશે જ્યારે નવી દિલ્હી કેટલીક શરતો પર રાજી થઇ જાય. અખબારના મતે આ શરતોમાં કાશ્મીરમાંથી કર્ફ્યૂ તથા અન્ય પ્રતિબંધો હટાવાનું સામેલ છે.

19 સપ્ટેમ્બરના રોજ સાઉદી અરબ જશે ઇમરાન ખાન

જમ્મુ-કાશ્મીરમાંથી સ્પેશ્યલ દરજ્જો હટાવતા અને સંવિધાનની કલમ 370ની કેટલીય જોગવાઇઓને ખત્મ કર્યા બાદથી પાકિસ્તાને ભારતની સાથે પોતાના ડિપ્લોમેટ્સ સંબંધ સીમિત કરી દીધા છે. ત્યારબાદથી પાકિસ્તાની પીએમ ઇમરાન ખાન સતત ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કરી રહ્યા છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવકતા મોહમ્મદ ફૈસલે પોતાના સાપ્તાહિક સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે સ્થિતિને સામાન્ય કરવા માટે ભારતની સાથે પડદા પાછળથી કોઇ કૂટનીતિક વાતચીત કરાઇ રહી નથી. ખાન 19મી સપ્ટેમ્બરના રોજ બે દિવસની મુલાકાત પર સાઉદી અરબ જશે, આ દરમ્યાન પણ કાશ્મીર મુદ્દો હાવી રહી શકે છે.

આ વીડિયો પણ જુઓ – મોદીના જન્મદિવસને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સાથે વાતચીત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન