Muslim Woman Slogan Shouting Against Rahul Gandhi
  • Home
  • Videos
  • Featured Videos
  • મોદીની જીત બાદ ઉત્સાહિત મુસ્લિમ મહિલાએ કહ્યું- રાહુલ સે લેંગે આઝાદી…

મોદીની જીત બાદ ઉત્સાહિત મુસ્લિમ મહિલાએ કહ્યું- રાહુલ સે લેંગે આઝાદી…

 | 4:31 pm IST

ગઈકાલે દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા. જેમાં એનડીએનો ઐતિહાસિક વિજય થતો. 2014 બાદ એકવાર ફરી એનડીએ ગઠબંધન પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવાની તૈયારીમાં છે. આ લોકસભા ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદીની જબરદસ્ત લહેર જોવા મળી છે. બીજેપીએ 2014ની સરખામણીએ આ વર્ષે શાનદાર પ્રદર્શન કર્યું છે. પીએમ મોદીની આ જીતમાં દેશના દરેક ધર્મના નાગરિકોનો એક સમાન ફાળો છે.

ચૂંટણી પરિણામ બાદ દેશભરમાં પીએમ મોદીની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. નાના બાળકોથી માંડીને સૌ કોઇના મોઢે બસ ‘મોદી-મોદી’ સાંભળવા મળી રહ્યું છે. જો કે આ જીતના જશ્નમાં મુસ્લિમ સમાજ પણ સામેલ થયો છે. મોદીની જીત પાછળ મુસ્લિમ સમાજની વોટ બેંકનો પણ ફાળો રહ્યો છે. ત્યારે આ દરમિયાન એક મુસ્લિમ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. જેમાં તેઓ રાહુલ ગાંધી અને કેજરીવાલને જાકારો આપી રહ્યા હોવાનું આ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે. વીડીયોમાં અસંખ્ય મુસ્લિમ ભાઇ-બહેનો પણ મહિલા સાથે જોડાયા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન