જાણો કેવા ઘરમાં નથી કરતી માતા લક્ષ્મી સ્થાયી વાસ - Sandesh
  • Home
  • Astrology
  • જાણો કેવા ઘરમાં નથી કરતી માતા લક્ષ્મી સ્થાયી વાસ

જાણો કેવા ઘરમાં નથી કરતી માતા લક્ષ્મી સ્થાયી વાસ

 | 5:33 pm IST

વિષ્ણુ પુરાણ અનુસાર દેવરાજ ઈન્દ્રએ દેવી લક્ષ્મીની સ્તુતિ કરી હતી. તેમણે જ દેવી લક્ષ્મીને અનુરોધ કર્યો હતો કે તેઓ પૃથ્વીલોકના મનુષ્યો પર પણ કૃપાદ્રષ્ટિ કરે. દેવી લક્ષ્મીએ દેવરાજની વાત તો માની પરંતુ સાથે જણાવ્યું કે તેઓ એવા સ્થળે લાંબો સમય વાસ નહિં કરે જ્યાં આ 5 વસ્તુઓ થતી હશે. દેવરાજ ઈન્દ્રએ પણ તેમની વાત માન્ય રાખી અને પુછ્યું કે, “કઈ કઈ છે એ વસ્તુઓ જેનાથી લોકોએ તમને પામવા માટે દૂર રહેવું.” ત્યારે માતા લક્ષ્મીએ આ પાંચ વાત જણાવી હતી જે નીચે દર્શાવ્યાનુસાર છે.

કામ ભાવના
જે ઘરમાં વસતાં સ્ત્રીઓ અને પુરુષોના મન કામમાં વધારે લિપ્ત હોય છે ત્યાં ધર્મની ઉપેક્ષા થતી હોય છે અને આવા ઘરમાં માતા લક્ષ્મી સ્થાયી વાસ કરતી નથી.
અહંકારી
જે ઘરમાં અહંકારી લોકો રહેતા હોય છે ત્યાં અજ્ઞાનતા અને ક્રોધનો વાસ હોય છે. આવા સ્થળે પણ લક્ષ્મીનો વાસ હોતો નથી.
લોભ
જે ઘરમાં લોભી અને લાલચી લોકો રહેતા હોય છે ત્યાં પણ ધનની દેવી રહેતાં નથી. કારણ કે લોભ તમામ પ્રકારના પાપનું મૂળ છે.
હિંસા
જે ઘરમાં માંસાહાર થતો હોય છે ત્યાં પણ માતા લક્ષ્મીનો સ્થાયી વાસ હોતો નથી.
સ્ત્રીનું અપમાન
જે ઘરમાં સ્ત્રીઓનું અપમાન થતું હોય, તેમનો અનાદર થતો હોય છે ત્યાં દેવી લક્ષ્મી વાસ કરતાં નથી.