Must-Know Fitness Tips to Score Your slime and fit Body Best Body
  • Home
  • Featured
  • આ વસ્તુઓ ખાવાની છોડીદો પાતળી કામણગારી કાયા બની જશે

આ વસ્તુઓ ખાવાની છોડીદો પાતળી કામણગારી કાયા બની જશે

 | 8:00 am IST

એક વાતનો એક સેકન્ડ માટે તમે વિચાર કરો. તમારી પાસે તમારા શરીરમાં ચરબી બાળનારા જનીન છે. તમારે માત્ર તેને ક્રિયાશીલ બનાવવાના છે. તમે નવાઈ પામશો કે તમારું શરીર તેને જોઈતું પોષણ આપો તો શું કરવા સમર્થ છે. તમે માત્ર પરિણામોને જોઈ જ નહીં, પણ અનુભવી પણ શકશો. ખરેખર તમારે અઘરા ડાયટની કે તનતોડ પરિશ્રમ કે થાક લાગે તેવી કસરતની પણ નહીં જરૂર પડે. જરૂર માત્ર એટલી જ છે કે તમારે તમારા શરીરને સમજવાનું છે અને તેને સમજીને અમુક પ્રકારનો ખોરાક ખાવાની શરૂઆત કરવાની હોય છે.

એેક વખત તમે ચરબી બાળનાર ખોરાક ખાવાની શરૂઆત કરશો, એક કે બે જ દિવસમાં તમને પાતળા અને હળવા હોવાની અનુભૂતિ થશે. આ સામાન્ય છે. તેનું કારણ એ હોઈ શકે કે તમારું જંક ફૂડ વિથડ્રોઅલના તબક્કામાંથી પસાર થતું હોય અને તમારા શરીરને તેનું વ્યસન પડી ગયું હોય, પરંતુ આ વિથડ્રોઅલની પ્રક્રિયા બે કે ત્રણ જ અઠવાડિયાં સુધી ચાલશે.

ચાવીરૂપ બાબત એ છે કે તમે વિથડ્રોઅલના તબક્કામાં પણ ચરબી બાળનાર પદાર્થો લેવાનું ચાલુ રાખો. ત્યાર પછી બધું જ સરળ છે અને તમને તે ખરાબ ખોરાકની ક્યારેય પણ જરૂર જ નહીં પડે. તમારું આરોગ્ય સુધારવાના સૌથી મોટા હકારાત્મક ફેરફાર માટે, માત્ર થોડાં અઠવાડિયાં માટે વજનકાંટા પર ચઢશો નહીં. આમ એટલા માટે કરવાનું કે મોટાભાગના લોકો બીજા જ દિવસથી વજન ઊતરવાની આશા રાખે છે અને જ્યારે વજન ઊતરેલું નથી દેખાતું તો તે તેમના જુસ્સાને ઠંડો પાડી દે છે.

લગભગ બેથી ત્રણ અઠવાડિયાંના સમયમાં તમારું ચયાપચય સ્થિર બનશે અને તમને પોતે એક નવી વ્યક્તિ છો તેવું લાગશે. તમે નોંધી શકશો કે કપડાં ઢીલાં પડવા લાગ્યાં છે. હવે તમે વજનકાંટા પર ચઢી શકો છો. તમે તમારા ઊતરેલા વજનનાં પરિણામો માત્ર કપડાંના ફીટિંગથી નહીં પણ કાંટા પર તમારા ઊતરેલા વજનનાં પરિણામોમાં  જોઈ શકશો. તમે હવે ધીમા પણ મક્કમ પગલે સાચા માર્ગે આગળ ચાલવાનું શરૂ કરી દીધું છે.

શરૂઆતના વિથડ્રોઅલના સમયમાં સૌથી મોટું વિઘ્ન લોકો અનુભવે છે. તમારામાં ઉદ્ભવતી લાગણીઓ અને ફેરફારો તરત ધ્યાનમાં આવે તેવા હશે અને તેને સહન કરવા અઘરા લાગશે, પરંતુ આ જ સમય છે કે જ્યારે તમારે તે માટે સહન કરવાનું રહેશે, તમે જાણતા હશો કે જ્યારે તમે આ કરો છો ત્યારે,

તમારું શરીર નવો આકાર અને દેખાવ ધારણ કરી રહ્યું છે અને તમે થોડાં જ અઠવાડિયાંમાં ખૂબ સરસ દેખાશો. થોડાં અઠવાડિયાં માટે એટલો નાનો ફેરફાર એ પોતાની જાતને બાકીના જીવન માટે તંદુરસ્ત, પાતળી અને શક્તિથી ભરપૂર બનાવવા માટે અસરકારક છે. આખા જીવનના આરોગ્ય માટે આ ખૂબ થોડી કિંમત ગણાય.

તમને વજન ઉતારવાનો એ સરળ ઉપાય જણાવીએ. ઘણાં લોકોનું વજન ઘઉં ખાવાથી વધતું હોય છે. એમ કહો કે મોટાભાગના લોકોનું વજન તેનાથી જ વધતું હોય છે. એવું નથી કે ઘઉં ખાવાનું બંધ જ કરી દેવું જોઇએ, ઘઉં ખાવાથી વજન વધતું હોવાના પુરાવા મળી ચૂક્યા છે.

માટે આપણે ઘઉં ખાવાનું થોડું ઓછું કરી દેવું. દિવસમાં એક જ વાર ઘઉં ખાવાનું રાખવું. તેને બંધ ન કરવા, કેમ કે તે પ્રોટીનયુક્ત હોય છે તેથી શરીરને તેની જરૂર પડે છે. અલબત્ત, તેને ઓછા કરી દેવા અને બીજું આગળ જણાવ્યું તે પ્રમાણે જીવનશૈલીમાં ફેરફાર જરૂરી છે, તે જ રીતે બહારનું ભોજન પણ બને ત્યાં સુધી બંધ જ કરવું હિતાવહ રહેશે.

ડાયટ ટિપ્સ :- શુભાંગી ગૌર

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન