must know multani mitti can harm your skin beauty tips
  • Home
  • Fashion & Beauty
  • શું તમે પણ ત્વચાની સુંદરતા નીખારવા મુલતાની માટીનો કરો છો ઉપયોગ, જરા સંભાળીને

શું તમે પણ ત્વચાની સુંદરતા નીખારવા મુલતાની માટીનો કરો છો ઉપયોગ, જરા સંભાળીને

 | 9:25 am IST

આપણે ત્યાં સદીઓથી ત્વચાની સંભાળ માટે ઘરેલું ઉપાય અથવા માર્કેટ ફેસ પેકનો ઉપયોગ કરવામાં આવે છે મોટાભાગે આપણે સૌ મુલતાની માટીનો પેક વાપરીએ છીએ જે ત્વચાની સુંદરતામાં વધારો કરે છે. કારણ કે મુલતાની માટીમાં ઘણા ઔષધીય ગુણધર્મો રહેલા છે. જેના દ્વારા ત્વચાને સ્વસ્થ અને સુંદર બનાવી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે મુલતાની માટીનો સતત ઉપયોગ કરવાથી ત્વચાને નુકસાન પણ થઈ શકે છે.

સંવેદનશીલ ત્વચા માટે હાનિકારક
સંવેદનશીલ ત્વચાને કોઈપણ સુંદરતા ઉત્પાદનો નુકસાન પહોંચાડી શકે છે. સંવેદનશીલ ત્વચા વાળાઓએ મુલતાની માટીનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે તેનાથી તેમના ચહેરા પર ખીલ થઈ શકે છે. ઉપરાંત, ત્વચા નીસ્તેજ બનવાનો ભય રહે છે.

શુષ્ક ત્વચાને નુકસાન
શુષ્ક ત્વચા ધરાવતા લોકો એ માટે મુલતાની માટીનો ઉપયોગ ન કરવો જોઇએ. કારણ કે તે શુષ્ક ત્વચાને વધુ શુષ્ક અને નીસ્તેજ બનાવશે. મુલતાની માટીને આંખોની આજુબાજુના વિસ્તારમાં લગાવવાથી શુષ્કતા વધે છે અને ત્વચાને નુકસાન થાય છે.

મુલતાની માટી ખુબજ ઠંડી હોવાથી જેમને વારંવાર શરદી ઉધરસ થતી હોય તેમણે તો મુલતાની માટીથી દૂર જ રહેવુ. જો તમે નિયમતિ ફેસપેક તરીકે મુલતાની માટીનો ઉપયોગ કરો છો તેને તરત જ બંધ કરી દો કેમકે તેનાથી ત્વચાને મોટુ નુકસાન થશે.

આ વીડિયો જુઓ: પાયોરિયાની સમસ્યા દૂર કરવા બેસ્ટ છે આ 3 ઉપાય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન