must try 8 famous street food in Banaras while you travel
  • Home
  • Photo Gallery
  • Photos : બનારસમાં ડુબકી લગાવ્યા બાદ જરૂર ટેસ્ટ કરજો આ ફેમસ સ્ટ્રીટ ફૂડ

Photos : બનારસમાં ડુબકી લગાવ્યા બાદ જરૂર ટેસ્ટ કરજો આ ફેમસ સ્ટ્રીટ ફૂડ

 | 4:20 pm IST

બનારસમાં થતી ગંગા આરતી, મંદિર, ઘાટ ઉપરાંત અહીંની અન્ય એક બાબત પણ જગ પ્રસિદ્ધ છે. મુસાફરોને બનારસની ગલીઓ ફરવા માટે વધુ એક ચીજ મજબૂર કરે છે, તે છે અહીંની ઝાયકેદાર ખાણીપીણી. આજકાલ લોકો હેલ્ધી લાઈફસ્ટાઈલ મેઈન્ટેઈન કરવા માટે શું શું ખાય છે. પણ એકવાર બનારસની ગલીઓમાં ફરો તો ડાયટ પ્લાન મનમાંથી ગાયબ થઈ જશે. અહીંની દરેક ગલીઓમાં ખાવાની અવનવી વસ્તુઓની સુગંધ પથરાયેલી હોય છે.

બનારસની સવાર મસાલા ચા સાથે થાય છે, તો રાત બનારસી પાન સાથે પૂરી થાય છે. અહીં દરેક ગલીઓમાં હીંગ અને ગરમ મસાલાના તડકાની સોડમ રેલાયેલી હોય છે. તો સાંજે ગોલગપ્પે (પાણીપુરી), ચાટ વગેરેના ઠેલા લાગી જાય છે. આખો દિવસ બનારસમાં ખાણીપીણી ચાલતી રહે છે. તો જો તમે પણ શિવની આ નગરી બનારસની મુસાફરો જવા નીકળવાના છો, તો બેગમાં એકપણ નાસ્તો લઈને નીકળતા નહી. અહીં જઈને શું શું ખાવાનું તે આજે જાણી લો.