મારી ઉંમર GDP જેટલી, મને તેનું જ્ઞાન ન આપશો : મુરલી મનોહર - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મારી ઉંમર GDP જેટલી, મને તેનું જ્ઞાન ન આપશો : મુરલી મનોહર

મારી ઉંમર GDP જેટલી, મને તેનું જ્ઞાન ન આપશો : મુરલી મનોહર

 | 4:42 am IST

નવી દિલ્હી :

ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની અધ્યક્ષતાવાળી સંકલન સમિતિએ બેન્કોની વધી રહેલી એનપીએના મુદ્દે નાણાસચિવ હસમુખ અઢિયા અને આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર સહિત નાણામંત્રાલયના ઘણા વરિષ્ઠ અધિકારીઓને તેડાવ્યાં હતા. ૩૦ સભ્યોની સમિતિના સભ્યો બેન્કિંગ સેક્ટરમાં વધી રહેલી એનપીએ અને એનપીએને કારણે પેદા થયેલી સમસ્યાની ચર્ચા કરી હતી. સંસદની એસ્ટિમેટ સમિતિમાં ૨૯ વર્ષ બાદ નાણાસચિવને સન્માન આપવામાં આવ્યું હતું. મંગળવારે જ્યારે બેન્કની વધી રહેલી એનપીએ પર માહિતી આપતાં નાણાસચિવ હસમુખ અઢિયાએ જીડીપીનો ઉલ્લેખ કર્યો ત્યારે મુરલી મનોહર જોશીએ કહ્યું કે મારો જન્મ ૫ જાન્યુઆરી ૧૯૩૪માં અને જીડીપીનો જન્મ ૪ જાન્યુઆરી ૧૯૩૪ના રોજ થયો હતો તેથી હું જન્મથી જીડીપીને ફોલો કરી રહ્યો છું તેથી મને જીડીપી વિશે ન શિખવાડો. ચાર કલાક સુધી ચાલેલી સમિતિની બેઠકમાં સભ્યોએ બેન્કોની બોર્ડ મિટિંગની જાણકારી માગી હતી. મુખ્ય આર્થિક  સલાહકાર અરવિંદ સુબ્રમણ્મયે પણ આ સંબંધિત માહિતી રજૂ કરી હતી.