મારી બા   - Sandesh

મારી બા  

 | 12:04 am IST

મારી કલ્પના ૪૩૨

‘મા તે મા બીજા બધા વગડાના વા!’ આ કહેવત સદીઓથી કહેવાતી આવી છે અને સો ટકા સાચી પણ છે. હું તો મારી મમ્મીને ખૂબ જ પ્રેમ કરું છું. સ્વાભાવિક છે કે દરેક બાળકને પોતાની મા વહાલી જ હોય છે. મારું નામ શ્વેની છે. હું સાતમા ધોરણમાં ભણું છું. મારા ઘડતર માટે મારી મમ્મીનો મોટો ફાળો છે. શરૂઆતમાં હું ભણવામાં ખૂબ જ નબળી હતી. વર્ગમાં કંઈપણ ભણાવે કંઈ ખબર જ ન પડે અને યાદ પણ ન રહે, વર્ગશિક્ષક મને પ્રેમથી સમજાવે અને ઘણી વખત ઠપકો પણ આપે પણ મને કંઈ જ આવડે નહીં. ટયૂશનમાં પણ મારા એ જ હાલ. જેના કારણે પરીક્ષામાં પણ મારું પરિણામ નબળું હોય. બાકીની મારી સખીઓ ખૂબ જ હોશિયાર. તેઓ ઘણીવાર ડીમલાઈટ કહીને મારી મજાક ઉડાવે. મને ખૂબ જ ખરાબ લાગે અને પછી ઘરે આવીને મમ્મી આગળ રોઈને સઘળી વાત કરું. મમ્મીએ તો એક દિવસ કમર કસી અને મને ઘરે ભણાવવાની શરૂઆત કરી. કહે છેને કે ‘એક માતા સો શિક્ષકની ગરજ સારે!’ એ કહેવત સાર્થક કરી બતાવી. તેઓ રોજ સાંજે ઘરકામ પતાવીને કલાક ભણાવવા બેસે અને રમત રમતમાં ખૂબ જ સરળ રીતથી મને શીખવે. જેનાથી મને સારી એવી સમજ પણ પડી જતી અને યાદ પણ રહી જતું. મને શીખવાની પણ ખૂબ મજા પડતી હતી. ધીરે ધીરે મારો ભણતરનો ગ્રોથ વધતો ગયો અને હવે તો વર્ગમાં પણ હું પ્રશ્નોના જવાબ ફટાફટ આપવા લાગી. અરે, મજાની વાત તો એ કે મારી સખીઓએ પણ મારી મજાક ઉડાવવાનું બંધ કરી દીધું. હું પરીક્ષામાં સારા માર્કસ સાથે ઉત્તીર્ણય થઈ. મારી મમ્મીના સહકારથી અને પ્રેમથી હું વર્ગમાં પ્રશ્નોના સડસડાટ જવાબ આપી શકું છું. મમ્મીનો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે. પણ એક વાત તો સાચી છે કે દરેક પરિસ્થિતિમાં મમ્મી મારે પડખે હોય છે અને મારો આત્મવિશ્વાસ વધારતી રહે છે.

kidssandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન