મારી બચપણની ફ્રેન્ડ અને કોલેજની ફ્રેન્ડ વચ્ચે કોને પસંદ કરું? - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • મારી બચપણની ફ્રેન્ડ અને કોલેજની ફ્રેન્ડ વચ્ચે કોને પસંદ કરું?

મારી બચપણની ફ્રેન્ડ અને કોલેજની ફ્રેન્ડ વચ્ચે કોને પસંદ કરું?

 | 2:09 am IST

યૌવનની સમસ્યા : સોક્રેટિસ

સોક્રેટિસજી,

સંદેશ એટલે સંદેશ…! અમારા પરિવારમાં મારા પરદાદાના વખતથી સંદેશ જ વંચાય છે. હું નાનો હતો ત્યારે એની બાળકોની પૂર્તિ વાંચતો. એ પછી મોટો થતાં બધી જ પૂર્તિઓ વાંચું છે. પરંતુ એસએસસીમાં આવ્યો ત્યારથી મજા આવે છે. એમાંય યૌવનની સમસ્યા તો ખાસ! હું તો મારા ફ્રેન્ડસને આ કોલમ વાંચવા સલાહ આપું જ છું. હવે મારે ય એક સમસ્યા આવી છે. મીઠી મીઠી મૂંઝવણ અજમાવું છે. અત્યારે તો હું એન્જિનિયરિંગમાં અભ્યાસ કરું છું. મને મારી સાથે સ્કૂલમાં ભણતી સપના સાથે પહેલેથી જ ફ્રેન્ડશિપ છે. અમે તો ઘણીવાર સાથે જ સૂઈ પણ જતા. તે સમયે સાથે સુઈને અમે વાતો કરવા સિવાય કશું કરતા નહોતા, કારણ કે એની સમજણ નહોતી. હવે અમે બંને જ સમજુ બની ગયા હોવાથી એકબીજાને સ્પર્ર્શતા ખંચકાઈએ છીએ. મને સપના ગમે જ છે. પરંતુ મારી સાથે કોલેજમાં ભણતી અલકા મને ખૂબ જ રિસ્પેક્ટ આપે છે. અને મારી ફ્રેન્ડ બની ગઈ છે. અમે બંને સતત સાથે રહીએ છીએ. એકવાર સપના મને એની સાથે જોઈ ગઈ પછી મારી સાથે બોલવાનું અને જોવાનું પણ બંધ કરી દીધું હતું. એ હવે સ્ટડી નથી કરતી. પરંતુ એક દિવસ એણે અચાનક મારી પાસે આવીને કહ્યું કે હવે એના એન્ગેજમેન્ટ થઈ ગયા છે. અને તેને એ છોકરો ગમતો નથી એટલું જ નહીં એ મને જ પરણાવા માંગે છે! તે સાથે અલકાએ પણ પ્રપોઝ કરતા હું ધર્મસંકટમાં મુકાઈ ગયો છું. શું કરું!

યોગેશ, તારી સમસ્યા ખરેખર સમસ્યા જ છે. તારા માટે કોને પસંદ કરવી એ સવાલ છે. તુ કોઈ એકને પસંદ કરીશ એટલે બીજીનું દિલ તૂટશે અને તને પોતાને જ દુઃખ થશે. પરંતુ નિર્ણય તો કરવો જ પડશે. જો કે, એ નિર્ણય હાલ કરવાનો સમય નથી છતાં પરિસ્થિતિ એવી સર્જાઈ છે. તારી સ્કૂલ સમયની ફ્રેન્ડ સપનાને લવર તો ના જ કહી શકાય છતાં એ તારી એવી ફ્રેન્ડ છે કે લવર કરતાય વધુ છે. તમારી ફ્રેન્ડશિપ એવી હતી કે નિર્દોષતાથી પણ સાથે સૂઈ જતા હતા. તારો સપના સાથેના સંબંધ ફ્રેન્ડશિપનો હોવા છતાં આટલો જ નિર્દોષ અને પવિત્ર રહ્યો છે. એ તને જ પરણવા માંગે છે. તને લવ કરતી હોવાનું તો એણે તને અલકા સાથે જોયો ત્યારથી જ પ્રતીત કરાવી દીધું હતું. એણે ત્યાર પછી તારી સાથે બોલવાનું અને જોવાનું પણ બંધ કરી દીધું હતું. એ પરથી તારે સમજી જવું જોઈતું હતું. હકીકતમાં તારા પર એનો જ પ્રથમ હક ગણાય, પરંતુ લવ આખરે લવ હોય છે. તને તેના પ્રત્યે ફ્રેન્ડશિપ જ છે. એમ ના હોત તો તે અલકા સાથે રિલેશનશિપ બાંધી ના હોત એણે તને પ્રપોઝ પણ કર્યું અને એનો ઈન્કાર નથી કર્યો. જો એમ જ હોય અને તું એને લવ કરતો હોય તો તારે સપનાને તે અંગે સ્પષ્ટતા કરી દેવી જરૂરી છે. તું એને સમજાવ કે તમારા બંને વચ્ચે તો માત્ર ફ્રેન્ડશિપ જ છે. એને જો તારા તરફ લવ હતો તો એન્ગેજમેન્ટ થયું ત્યાં સુધી કેમ ચૂપ રહી? એટલું જ નહીં એણે તને અલકા સાથે જોયો ત્યારે કેમ ના કહ્યું? આમ જોઈએ તો સપનાના પક્ષેથી જ ભૂલ થઈ છે. આ વાત તારે એને ખૂબ પ્રેમથી સમજાવવી પડશે. તું એને કહેજે કે એણે કયારેય લવ કન્ફેસ ન કર્યો હોવાથી એ અલકા તરફ આકર્ષાયો અને લવ થઈ ગયો. હવે તેને ધોખો આપવો યોગ્ય ગણાય? એની પાસે જ જવાબ માંગજે એ સમજી જશે. આ બાબત કલીયર થવા ૫હેલાં તારે અલકા સાથે તમારા લવ અંગે સ્પષ્ટતા કરવી જરૂરી રહેશે. એ માત્ર કોલેજ દરમિયાન જ લવ કરવા ખાતર જ લવ નથી કરતી ને! આજકાલ આવું જ ચાલે છે. કોઈ ખરેખર લવ કરતું હોતું નથી. બધો ટાઈમપાસ હોય છે. એટલે એ ખરેખર જ સિરિયસ છે કે નહીં એ જાણી લેજે જો એ તને ખરેખર લવ કરતી હોય અને તારી સાથે મેરેજ કરવા માંગતી હોય તો તારે એને સ્ટડી પૂરો થાય અને તું સર્વિસ કે ધંધામાં જોડાય ત્યાં સુધી રાહ જોવા સમજાવજે. જો એ એમ કહે કે મેરેજ તો ફેમિલી કહે તે મુજબ કરવાની છે તો પછી તારે ફેર વિચારણા કરવી જોઈએ. તારે સપના વિશે વિચારવું પડશે. આખરે એ તારી સ્કૂલ સમયની એટલે કે બચપણની ફ્રેન્ડ છે. એણે ભલે મોડે મોડે પણ એના તારા પ્રત્યેનો લવ દર્શાવ્યો જ છે. જો કે, એના કેસમાં તારે એને હિંમત બંધાવવી પડશે. કારણ કે એન્ગેજમેન્ટ પછી મેરેજ પણ થોડા સમયમાં જ થતા હોય છે. એટલે તારા સામે મોટો પડકાર ઊભો થશે. તું હજી સ્ટડી કરે છે. એટલે તારે તું પોતાની રીતે સેટલ થાય તે પહેલાં જ સપના સાથે મેરેજની તૈયારી કરવી પડશે સપનાએ તો ખૂબ જ બોલ્ડ બનવું પડશે. એણે તેના ફેમિલીને તે તને લવ કરતી હોવાનું બોલાવી જણાવવું પડશે. એટલે સમસ્યા સર્જાવાની જ. એ કહેશે એવું જ એનું ફેમિલી વિફરશે. સપનાએ ખૂબ સંભાળવું પડશે. એણે ફેમિલીને સમજાવ્યા વિના છૂટકો જ નહીં રહે. હા… એ તે તારી સાથે ભાગીને મેરેજ કરી શકે છે એવી ચેતવણી આપીને આગળ વધી શકે. એનું એ પગલું એના અને એના મંગેતરના પરિવાર માટે બદનામી આપનારું બની શકે. એટલે તેઓએ એના મંગેતરના ફેમિલીને આ બાબત સમજાવવા જવું પડશે. જે તેમને ખટકશે છતાં આ જ ઉપાય છે.

આ પરિસ્થિતિમાં સપના એના મંગેતરને જ એને અન્ય યુવક સાથે લવ હોવાનું કહીને એન્ગેજમેન્ટ ફોક કરાવી શકે. કોઈપણ યુવક એની વાગ્દતા બીજા કોઈને લવ કરતી હોય તે સ્વીકારે જે નહીં એટલે સપના ફેમિલીને બદલે તેના મંગેતરને જ આ વાત કરે તો વધુ સરળતા રહેશે. હા… પણ આ વાત ત્યારે જ વિચારવાની છે કે જો અલ્કા તારી સાથે મેરેજ કરવાની ના હોય તો જ! તું પ્રયાસ કરીશ તો સારું જીવન જીવી શકીશ.

[email protected]