મારું પ્રિય કાર્ટૂન કેરેકટર - Sandesh
  • Home
  • Kids Corner
  • મારું પ્રિય કાર્ટૂન કેરેકટર

મારું પ્રિય કાર્ટૂન કેરેકટર

 | 2:04 am IST

મારી કલ્પના ૪૬૮

આજના સમયમાં લગભગ દરેક બાળકોને કાર્ટૂન જોવાં ખૂબ ગમતાં હોય છે. જો બાળકોને તેમના મનપસંદ ટીવી-શો વિશે પૂછવામાં આવે તો તેઓ કાર્ટૂન-શોનું પહેલાં જ નામ આપશે

મને પણ કાર્ટૂન જોવાં ખૂબ ગમે છે. હું દરરોજ ડોરેમોન, મિકી માઉસ, છોટા ભીમ, સોફિયા, શીનચેન જેવાં કાર્ટૂન જોઉં છું. તે બધામાંથી મારું પ્રિય કાર્ટૂન કેરેક્ટર કોઈ હોય તો તે ‘ડોરેમોન’ છે.

આજના સમયમાં મોટાભાગનાં બાળકોનું પ્રિય કાર્ટૂન કેરેક્ટર ‘ડોરેમોન’ છે. ડોરેમોન એ ૨૨મી સદીમાંથી આવેલો એક કેટ રોબોટ છે. તે નોબિતાને મદદ કરવા માટે આવ્યો છે. ડોરેમોનના પેટ ઉપર એક નાનું પોકેટ છે. જેની અંદર તે તેનાં વિવિધ ગેજેટ્સ રાખે છે.

નોબિતા ખૂબ આળસુ છે. તે ક્યારેય પોતાનું હોમવર્ક પૂરું કરતો નથી. જિયાન અને સુનિયો નોબિતાના ફ્રેન્ડસ છે. જે હંમેશાં નોબિતાને હેરાન કરે છે. આથી નોબિતા રડતો-રડતો ડોરેમોન પાસે આવે છે અને ડોરેમોન તેનાં વિવિધ ગેજેટ્સ વડે નોબિતાની મદદ કરે છે.

આમ, જ્યારે પણ નોબિતા મુશ્કેલીમાં હોય છે ત્યારે તે ડોરેમોન પાસે મદદ માટે આવે છે અને ડોરેમોન તેની મદદ કરે છે.

ડોરેમોનને ડોરા કેક ખૂબ ભાવે છે. ડોરેમોનને એક બહેન પણ છે, તેનું નામ ડોરેમી છે. ડોરેમી પણ નોબિતાને મદદ કરે છે. ડોરેમોનને ઉંદરથી ખૂબ ડર લાગે છે.

ડોરેમોન દ્વારા આપણને મનોરંજનની સાથેસાથે જ મહેનતની શીખ પણ મળે છે. આ કાર્ટૂન કેરેક્ટર આપણને શીખવે છે કે હંમેશાં આપણે મહેનત કરવી જોઈએ. આપણા જીવનની મુશ્કેલીઓને જાતે જ દૂર કરતા શીખવું જોઈએ. તેના માટે ક્યારેય બીજા પર નિર્ભર ન રહેવું જોઈએ.

સાથેસાથે જ ડોરેમોન પણ નોબિતાને શીખવે છે કે નોબિતાએ તેના જીવનની દરેક મુશ્કેલીઓને જાતે દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેણે હંમેશાં પોતાનાં કામો માટે બીજા પર આધારિત રહેવું જોઈએ નહીં.

આમ, આપણને જીવનમાં સારી પ્રેરણા મળે અને આપણા જીવનમાં સારા ગુણોનો વિકાસ થાય તેવાં કાર્ટૂન આપણે જોવાં જોઈએ.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન