મારા પ્રિય નેતા - Sandesh

મારા પ્રિય નેતા

 | 12:12 am IST

મારી કલ્પના 397

બે બહેનપણીયો સીના અને કોમલ ફૂટપાથ પર ચાલતાં-ચાલતાં એકબીજાથી વાતો કરતી હતી. બંને એક જ કલાસમાં ભણતી હતી. આજે ગુજરાતીમાં નિબંધ પર ચર્ચા થવાની હતી. વિષય મારા પ્રિય નેતા. સીના અને કોમલ આજ વિષય પર વાતો કરતી હતી.

સીનાએ કોમલને પૂછયું, તારા હિસાબે પ્રિય નેતા કોણ?

તો કોમલે જવાબ આપ્યો, જે દેશનું ભલુ કરે.

પછી કોમલે પૂછયું, તું બતાવ કે તારા હિસાબે પ્રિય નેતા કોણ?

તો સીનાએ જવાબ આપ્યો, મને વધારે તો રસ નથી, પણ જે જોઉં છું, એ હિસાબે જે દેશની જનતાને ધ્યાન રાખે.

મોંઘવારી પર અંકુશ લગાડે, એ નેતા પ્રિય. હા બરાબર કોમલ બોલી, આપણે તો આમ જ વાત કરીએ છે. મારા હિસાબે જે દેશને મજબૂત બનાવે. ચારે બાજુથી જ નહીં, પણ દેશને અંદરથી પણ સુરક્ષિત રાખે, એ નેતા પ્રિય.

સીના બોલી, જે ભણેલાં-ગણેલાંને કામ આપે. ઓછા ભણેલાઓને પણ તેમના હિસાબનો કામ આપે એ નેતા પ્રિય.

બેરોજગારી માણસને ખોટા રસ્તે લઈ જાય છે, બેરોજગારી દૂર કરે. અને અત્યારે તો બેરોજગારીનું પ્રમાણ પણ ઘણું વધી ગયું છે. જેના કારણે આજના નવજુવાનો ખોટા રસ્તે જાય છે.

પહેલા એવા નેતા હતા જેમણે ખરેખર દેશ માટે જાન પણ આપી દીધી છે અને દેશ માટે ખરા અર્થમાં કંઇક કર્યું છે. જેવા કે ગાંધી બાપુ, સરદાર વલ્લભભાઇ પટેલ, સરોજિની નાયડુ, જવાહરલાલ નહેરુ, બાબાસાહેબ આંબેડકર અને બીજા આવાં ઘણાં નેતા છે. જેમણે દેશ માટે ઘણા બલિદાન આપ્યા છે. અત્યારે આપણે જે આઝાદીનો શ્વાસ લઈ રહ્યાં છીએ તે આ નેતાઓને કારણે જ. નહીં તો આપણે બે અહીંયા આ રીતે વાત ન કરી રહ્યા હોત. તેને ખરા અર્થમાં દેશના જાગૃત નેતા કહી શકાય. હવે ગાંધી બાપુને જ જોઈ લો તેમણે દેશ માટે કેટલું કર્યું છે. સત્યાગ્રહ કર્યા. તેમણે શાંતિથી અને  હિંમતથી દેશ માટે ઘણું કરી ગુજર્યાં છે. માટે જ મને  નેતા પ્રત્યે માન છે અને આદર છે.

જનતાની વચ્ચે આવીને પ્રોબ્લેમ્સ જાણે. કોઈ હલ કાઢે. એ નેતા પ્રિય. કોમલ બોલી. વાતો કરતા કરતા બંને જણા સ્કુલ પણ પહોચી ગયા અને તેમના નિબંધ વિશે સારી એવી ચર્ચા પણ થઇ ગઇ

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન