મારી ગર્લફ્રેન્ડ મને છોડીને હવે બીજા સાથે સંબંધમાં છે ! - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • મારી ગર્લફ્રેન્ડ મને છોડીને હવે બીજા સાથે સંબંધમાં છે !

મારી ગર્લફ્રેન્ડ મને છોડીને હવે બીજા સાથે સંબંધમાં છે !

 | 12:41 am IST

મૂંઝવણ : ડો. અક્ષરકુમાર શર્મા

પ્રશ્ન : સર હું વીકમાં એક જ દિવસ માસ્ટરબેશન કરું છું, પરંતુ જ્યારે હું માસ્ટરબેશન કરુ છું ત્યાર પછી અંદરથી નીકળતો ચીકણો પદાર્થ એટલે કે સીમનમાં કણીઓ નીકળે છે, જેથી મને આ સમસ્યાને લઇને ભવિષ્યમાં કોઇ મોટી સેક્સ સંબંધીત તકલિફ નહીં થાય ને? મને ખૂબ જ ચિંતા થાય છે? આ બાબત સામાન્ય છે? મને યોગ્ય માર્ગદર્શન આપો.

જવાબ : તમે જણાવ્યું નથી કે તમને જ્યારે આ પ્રકારનું સીમન નીકળે છે, ત્યારે તમને દુખાવો થાય છે કે નહીં. પરંતુ તમે જે રીતે તમારી સમસ્યા જણાવી રહ્યાં છો, તે બાબત સામાન્ય નથી. માસ્ટરબેશન કરતી વખતે કણીઓ નીકળે છે, તે કોઇ પ્રકારનું ઇન્ફેક્શન પણ હોઇ શકે છે, પરંતુ તમે જણાવ્યું કે તમે હજી સુધી સેક્સ કર્યું નથી તો તે વિશે તમારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. તમે પહેલાં સારા યુરોલોજિસ્ટ પાસે જાઓ અને તેમને તમારી સમસ્યાઓ જણાવો. તથા જરૂરી ચેકઅપ કરાવો. ચિંતા કરવા જેવી બાબત છે, તેથી વધુ સમય પસાર ન કરો, અને ઝડપથી ડોક્ટર પાસે ચેકઅપ કરાવો.

પ્રશ્ન : મારી ઉંમર ૨૪ વર્ષ છે. મને દરરોજ માસ્ટરબેશન કરવાની આદત પડી ગઈ છે. જો હું માસ્ટરબેશન ન કરું તો ઈચ્છા થતી નથી, પરંતુ એક આદત પડી ગઈ હોય એવું લાગ્યા કરે છે. ના કરું તો મનમાં એના જ વિચાર આવ્યા કરે છે. અને કરી લઉ છું. મને જણાવશો કે આ કરવાથી કોઈ નુકસાન તો નહીં થાય ને? જણાવશો?

જવાબ : આ ઉંમરમાં આ પ્રકારના જાતીય આવેગો થયા કરે તે સામાન્ય બાબત છે. તમે જો ભણતા હોવ તો તેની પર પહેલાં ધ્યાન આપવું જોઈએ. માસ્ટરબેશન કંઈ ખરાબ બાબત નથી. એ રોજ કરવાથી કોઈ પ્રકારનું નુકસાન પણ થતું નથી. પણ એની સાથે શરીરને સ્વસ્થ રાખવાનું પણ જરૂરી છે. અત્યારે તમે પૂરતું ધ્યાન ભણવામાં અથવા નોકરી કરતા હોવ તો કરિયર પર વધારે કેન્દ્રિત કરો.

પ્રશ્ન : હું ૨૫ વર્ષનો છું. મારી ગર્લફ્રેન્ડ જોડે મેં કોન્ડોમ વગર સેક્સ કર્યું છે. અને ઘણી બધી વાર કર્યું છે. હવે એ મને છોડીને બીજા જોડે સંબંધમાં છે. મારે બીજા કોઈ જોડે સંબંધ નથી. મારા લગ્ન નક્કી થઈ ગયા છે. મને ડર છે કે મારી પત્નીને ખબર પડશે તો નહીં ને? અને મને એચઆઈવી થશે તો? મને જવાબ આપવા વિનંતી?

જવાબ : તમે પહેલાં તો કોન્ડોમ વગર સેક્સ કર્યું એ મોટી ભૂલ કરી છે. તમારે પહેલાં તો કોન્ડોમનો ઉપયોગ કરવો જ જોઈતો હતો. જેથી સંબંધ સુરક્ષિત રાખી શકાય. અને હવે જે ભૂલ કરી છે એને સુધારી શકાય એમ નથી તો એચઆઈવી છે કે નહીં તેની ચકાસણી માટે ડોક્ટર પાસે જઈ ચેકઅપ કરાવવું જોઈએ. અને રહી વાત પત્નીની તો તમારી પત્નીને તમે કહેશો ત્યાં સુધી ખબર નહીં પડે માટે નિશ્ચિત થઈ જાવ. તમારા રિપોર્ટ નોર્મલ હશે તો કોઈને કંઈ ખબર પડવાની જ નથી.

પ્રશ્ન : નમસ્તે સર મારી ઉંમર ૩૨ વર્ષની છે, થોડા સમય પહેલાં જ મારી પહેલી પ્રેગ્નન્સીમાં મારે મિસકેરેજ થઇ ગયું છે, તો હવે મારે બીજી વખત પ્રેગ્નન્સી રાખવા માટે શું કરવું જોઇએ?

જવાબ : સામાન્ય રીતે મિસકેરેજ બાદ મહિલાને ૬થી ૧૨ મહિના ફરી બાળક રાખવાનો વિચાર ન કરવો જોઇએ. કારણ કે ડિલિવરી કરતાં પણ મિસકેરેજ બાદ મહિલાએ પોતાનું ધ્યાન વધારે રાખવું પડે છે. તમારા પ્રજનનતંત્રને રીકવર થતાં એટલો સમય લાગશે જ! તેથી મિસકેરેજ બાદ ઓછામાં ઓછું ૬ મહિનાનું અંતર રાખવું જોઇએ. તથા જ્યારે તમે બાળક માટે પ્લાનિંગ કરો તે પહેલા ડોક્ટરની સલાહ અચૂક લેવી.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન