મારી કલ્પના : કાબર અને ઘુવડની મિત્રતા - Sandesh
  • Home
  • Kids Corner
  • મારી કલ્પના : કાબર અને ઘુવડની મિત્રતા

મારી કલ્પના : કાબર અને ઘુવડની મિત્રતા

 | 4:11 pm IST

એક નાનકડું ગામ હતું. એ ગામની બાજુમાં વિશાળ જંગલ હતું. એ જંગલમાં સુંદર વડનું ઝાડ હતું. આ ઝાડ પર ઘુવડ રહેતું હતું અને એ જ ઝાડ પર એક કાબર પણ રહેતી હતી. જેના લીધે ઘુવડ અને કાબર બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ. જંગલની બાજુમાં સુંદર નામનું એક નગર હતું. એ નગરમાં રાજા શોર્યનું શાસન ચાલતું હતું. રાજાની પુત્રી સુહાની પાસે એક બહુ જ સુંદર સોનાનો હાર હતો.

રાજકુમારી એક દિવસ પોતાની સખીઓ સાથે સુંદરનગરમાં આવેલા  એક સરોવરમાં નહાવા માટે ગઈ. નહાવા જતી વખતે રાજકુમારી સુહાનીએ પોતાનો સોનાનો હાર તળાવની પાસે કાઢીને મૂકી દીધો. રાજકુમારીના આ હાર ઉપર એક ચોરની ઘણા સમયથી નજર હતી. તેને રાજકુમારીને સખીઓ સાથે મગ્ન જોઈ અને તેનો સોનાનો હાર લઈ ભાગી ગયો. ચોર રાજકુમારીનો સોનાનો હાર ચોરી જંગલ તરફ ભાગ્યો, પરંતુ એટલામાં રાજકુમારીની તેના ઉપર નજર ગઈ અને તેને સિપાહીઓને ચોરને પકડવા તેની પાછળ લગાવી દીધા. સિપાઈઓથી બચવા માટે ચોર વડના ઝાડ પર ચડી ગયો. ત્યાં તેણે કાબરનો માળો જોયો અને એ માળામાં હાર છુપાવી  પોતે ત્યાંથી નાસી છૂટયો.

સાંજે જ્યારે કાબર તેના માળામાં પાછી આવી તો તેની નજર હાર ઉપર ગઈ. હાર જોઈને કાબરને લાલચ થઈ કે આ હારના મને હજારો રૃપિયા મળશે. ઘુવડ કાબરનો બહુ સારો મિત્ર હતો તેથી તેણે કાબરને ઘણી સલાહ આપી, પણ કાબરે ઘુવડની વાત ન માની. વાત જ્યારે રાજા સુધી પહોંચી તો રાજાએ પોતાના દરબારમાં પાળેલો કૂતરાને ચોરની પાછળ મોકલ્યો.

કૂતરો ચોરનાં પગલાંની વાસ સૂંઘી સૂંઘી જ્યાં હાર છુપાવ્યો હતો ત્યાં આવ્યો અને વડલાની ઉપર જોઈ ભસવા લાગ્યો. રાજાના સિપાઈઓ ઝાડ પર ચડીને હાર શોધવા લાગ્યા. ત્યાં કાબરના માળામાં હાર ચમકતો હતો. એ ચમકતા હારને જોઈને સિપાઈઓએ એ હાર લઈ લીધો. ત્યાં કાબર કલબલાટ કરતી ઊઠી. સિપાઈને થયું કે કાબરે ચોરી કરી હશે અને તેઓ કાબરને પકડીને રાજાના દરબારમાં લઈ ગયા. રાજાએ કાબરને સજાનો હુકમ કર્યો ત્યારે ઘુવડે કાબરની મદદ કરી અને રાજા સમક્ષ બધી ઘટના રજૂ કરી કાબરને બચાવી લીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.