મારી કલ્પના : પ્રેમનું મહત્ત્વ - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મારી કલ્પના : પ્રેમનું મહત્ત્વ

મારી કલ્પના : પ્રેમનું મહત્ત્વ

 | 9:46 pm IST

આજે કરિશ્માનો જન્મદિવસ હતો. તે સવારથી ખુશખુશાલ હતી. તેણે મમ્મી-પપ્પાના આશીર્વાદ લીધા અને વિચારતી હતી કે આજે સાંજે મારા જન્મદિવસની પાર્ટીમાં મને ઘણી સારી અને કીમતી ભેટ મળશે. સાંજે તેના ઘરે જન્મદિવસની પાર્ટી હતી. તેમાં તેના બધા મિત્રો આવ્યા હતા. કરિશ્માને તેના મિત્રોએ જન્મદિવસની શુભકામના પાઠવી અને બધાએ સારી અને કીમતી ભેટ આપી, પણ તેની ખાસ દોસ્ત સુહાનીએ તેને એક પુસ્તક ભેટમાં આપ્યું. સુહાનીની આ ભેટ જોઈ કરિશ્માએ મોં મચકોડયું અને કહ્યું, “સુહાની, તું મારી ખાસ મિત્ર થઈને આવી ભેટ આપીશ. બધાએ તો મને કેટલી કીમતી ભેટ આપી છે.” આમ કહી કરિશ્માએ સુહાનીની મજાક ઉડાવી.

સુહાની એક સમજદાર છોકરી હતી. તેણે કરિશ્માની વાતનું ખોટું ન લગાડતાં સમજાવ્યું કે ભેટ સસ્તી હોય કે કીમતી હોય, ભેટની કિંમત નહીં પરંતુ તેની પાછળના પ્રેમનું મહત્ત્વ સમજવું જોઈએ, પૈસા કરતાં પ્રેમનું મહત્ત્વ વધારે હોય છે.સુહાનીની વાત સાંભળતાં કરિશ્માને તેની ભૂલનું ભાન થયું અને તેણે સુહાનીની માફી માગી. કરિશ્માએ કહ્યું, “સુહાની, આજે મારા જન્મદિવસે તેં મને પ્રેમનું મહત્ત્વ સમજાવ્યું છે, આ વાત સમજાવી એ જ મારા માટે આજની સૌથી કીમતી ભેટ છે.” આ વાતથી ખુશ થઈ સૌએ કરિશ્માનો જન્મદિવસ ખૂબ પ્રેમથી ઊજવ્યો.