મારી કલ્પના : સમયનું મહત્ત્વ - Sandesh
  • Home
  • Featured
  • મારી કલ્પના : સમયનું મહત્ત્વ

મારી કલ્પના : સમયનું મહત્ત્વ

 | 7:34 am IST

એક ગામ હતું. તે ગામમાં એક શાળા હતી. તેમાં રાજુ નામનો એક વિદ્યાર્થી ભણતો હતો. તે સમયનું પાલન કદી ન કરતો. તેને સમયનું પાલન ન કરવાથી ઘણાં નુકસાન પણ થતાં હતાં. જેવાં કે આખો દિવસ તેનું ધ્યાન રમવામાં જ રહેતું, તેથી તેનું ગૃહકાર્ય રોજ અધૂરું રહી જતું. શાળામાં પણ શિક્ષક જે ભણાવે, સમજાવે તેમાં તેનું ધ્યાન ન રહેતું. તે તો બારીમાંથી બહાર જ ડાફરિયાં મારે, તેથી તેને શિક્ષકનો માર ખાવો પડતો. એક વખત ર્વાિષક પરીક્ષા આવી. રાજુએ તૈયારી તો ખૂબ જ કરી, પણ બીજે દિવસે તે સવારે રમવા ગયો. તેનું રમવામાં એવું ચિત્ત થઈ ગયું કે તેને પરીક્ષાનું પણ ધ્યાન ન રહ્યું. પરીક્ષાનો સમય થયો છતાં તેનું ધ્યાન જ નહીં. બપોરે રાજુ જમવા માટે ઘરે ગયો અને ઘડિયાળમાં જોયું તો એક વાગ્યો હતો. ત્યારે રાજુ ઝટપટ તૈયાર થઈ ગયો અને શાળાએ ગયો ત્યારે પેપર ચાલુ થઈ ગયું હતું. રાજુને શાળાએ મોડા પહોંચવાને કારણે શિક્ષકે પેપર ન આપ્યું. મોડા પહોંચવાને કારણે રાજુનું એક આખું વર્ષ બગડયું. જ્યારે રાજુને સમયની અગત્યતા સમજાઈ ત્યારે તો ઘણું મોડું થઈ ગયું હતું. રાજુએ હાર માન્યા વગર ફરીથી મહેનત કરી તથા ભવિષ્યમાં સમયનું પાલન કરવાનું વચન લીધું અને પછી ક્યારેય તેનાથી આવી કોઈ જ ભૂલ ન થઈ. ફરી રાજુએ ખૂબ મહેનત કરી, પાસ થઈ આગળના ધોરણમાં પ્રવેશ મેળવ્યો. રાજુને સમયની કિંમત સમજાઈ.

બોધ :

સમય કોઈની રાહ જોતો નથી. તે અવિરતપણે ચાલતો રહે છે, તેથી આપણે સમયની સાથે કાર્ય કરતા શીખવું પડે, તેથી જ તો કહેવત છે કે, ‘સમય બળવાન છે.’