મારી કલ્પના : વિદ્યાર્થીઓએ આપી અમૂલ્ય ભેટ - Sandesh
  • Home
  • Featured
  • મારી કલ્પના : વિદ્યાર્થીઓએ આપી અમૂલ્ય ભેટ

મારી કલ્પના : વિદ્યાર્થીઓએ આપી અમૂલ્ય ભેટ

 | 9:42 pm IST

મધુપુર નામના ગામમાં એક શાળા હતી. તે શાળામાં અનેક શિક્ષકો હતા, પરંતુ સવિતાબહેન જેવાં કોઈ નહોતાં. તેમનો સ્વભાવ બહુ જ પ્રેમાળ હતો. તેઓ વિદ્યાર્થીઓને એવી રીતે સમજાવતાં કે તેમને બધું યાદ રહી જતું. વિદ્યાર્થીઓને પણ સવિતાબહેન સાથે ફાવતું હતું. સવિતાબહેનની એક દીકરી હતી. તે પણ સવિતાબહેન સાથે શાળાએ ભણવા આવતી હતી. સવિતાબહેન બધાં બાળકોને પોતાનું બાળક માનીને ભણાવતાં હતાં. શાળામાં કોઈ પણ ઝઘડો થાય તો સવિતાબહેન તેમના પ્રેમાળ સ્વભાવથી તે ઝઘડાને શાંત કરી દેતાં. આ રીતે સમય પસાર થતો ગયો અને સવિતાબહેનનો રિટાયર્ડ થવાનો સમય નજીક આવી ગયો. સવિતાબહેન ઘણાં દુઃખી હતાં કે રિટાયર્ડ થયા પછી તેઓ પોતાનું જ્ઞાન બાળકો વચ્ચે નહીં વહેંચી શકે, પરંતુ બાળકોએ સવિતાબહેનને વચન આપ્યું કે તેમના દ્વારા આપવામાં આવેલી શિક્ષાનો તેઓ યોગ્ય ઉપયોગ કરશે અને જરૂરિયાતમંદને મદદ કરશે. તેમના દ્વારા શીખવાડવામાં આવેલો પાઠ તેમને જીવનની પરીક્ષામાં હંમેશ મદદરૂપ થશે. તેમજ જ્યારે પણ જરૂર પડશે તેઓ વિના કોઈ સંકોચે તેમની મદદ લેવા તેમના ઘરે આવી જશે. આ સાંભળી સવિતાબહેનની આંખોમાંથી આંસુ આવી ગયાં. બધાં વિદ્યાર્થીઓએ સવિતાબહેન સાથે ફોટો પડાવ્યો અને સવિતાબહેનને મળવાનું વચન આપ્યું.