'My whole body is sore, but no one comes to me,' cried Corona-positive patient.
  • Home
  • Bhavnagar
  • કોરોના પોઝિટિવ દર્દીની દર્દનાક આપવીતી, ‘મારું આખું શરીર દુ:ખે છે, પરંતુ કોઈ મારી પાસે આવતું નથી’

કોરોના પોઝિટિવ દર્દીની દર્દનાક આપવીતી, ‘મારું આખું શરીર દુ:ખે છે, પરંતુ કોઈ મારી પાસે આવતું નથી’

 | 1:41 pm IST

અમદાવાદમાં આજે આવેલા પોઝિટીવ કેસોની સંખ્યામાં એક 7 વર્ષની બાળકી કોરોનાગ્રસ્ત બનતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આજના તમામ કેસ લોકલ ટ્રાન્સમિસનના છે, પરંતુ એક માહિતી પ્રમાણે આજના 7 પોઝિટીવ કેસોમાંથી એક વ્યક્તિ દિલ્હીથી આવ્યો હતો. ભાવનગરમાં એક કોરોના પોઝિટીવ કેસના દર્દીએ પોતાની એવી દર્દનાક આપવીતી જણાવી હતી કે, તે સાંભળીને કદાચ કોઈ સરકાર તરફથી ગાઈડલાઈન તોડવાનો ગુનો નહીં કરે.

ભાવનગરમાં કોરોના પોઝિટિવ દર્દીએ જણાવ્યું હતું કે, મારી નમને હાથ જોડીને વિનંતી છે કે પ્લીઝ તમે તમારા ઘરમાંથી બહાર ના નીકળતા. આ દર્દીએ લોકોને ઘર બહાર ન નીકળવા અપીલ કરી હતી. તેણે જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં તમે તમારા ઘરની બહાર નીકળવાનું બંધ કરો નહીંતર ખરાબ પરિણામ આવશે. તમને મારી હાલત જણાવું છું. મારું આખું શરીર દુખે છે પણ કોઈ મારી પાસે આવી શકતું નથી.

ભાવનગરમાં કોરોના પોઝિટીવ દર્દીએ પોતાની આપવીતી જણાવતો એક વીડિયો શેર કર્યો છે. આ દર્દીનું નામ અશરફ છે અને તેનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. ભાવનગરમાં અશરફે વિડીયોમાં એમ પણ જણાવ્યું કે, મારે પરિવાર છે પરંતુ અત્યારે મારું આખું શરીર દુખે છે પરંતુ કોઈ મારી પાસે આવી શકતું નથી માટે આ રોગ અતિ ગંભીર હોવાથી સૌ કોઈ ઘરમાં જ રહો. તમે બહાર નીકળને તમે તમારી જાતને અને પરિવારને ખતરામાં ના મૂકતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં અત્યાર સુધીમાં 38 કેસ નોંધાયા છે. અમદાવાદના કાલુપુર ભંડેરી પોળમાં 4 કેસ નોંધાયા છે. અમદાવાદના કાલુપુર મલેકશાહ દરગાહ વિસ્તારમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે અમદાવાદના બાપુનગરમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સિવાય ગુજરાતમાં પોઝિટિવ કેસનો આંક 95 પર પહોંચી ગયો છે. ત્યારે તંત્ર સજાગ થઈ ગયું છે અને લોકોને ચુસ્ત લોકડાઉનનું પાલન કરવા માટે બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો અમદાવાદમાં વિદેશથી આવેલા કુલ 5219 લોકોને ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા હતા. આમાંથી 4084 લોકોનો ક્વોરન્ટીન હેઠળના 14 દિવસ પૂર્ણ થઈ ગયા છે. જ્યારે હજુ 1135 જેટલા લોકો ક્વોરન્ટીનમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન