Myanmar Italian Couple Makes Video at Religious Site Bagan Myanmar and Upload on Website
  • Home
  • World
  • ઈટાલીથી આવેલા કપલે ધાર્મિક સ્થળમાં ઘુસી ફોનનો કેમેરો ચાલુ કર્યો, કપડા ઉતાર્યા અને…

ઈટાલીથી આવેલા કપલે ધાર્મિક સ્થળમાં ઘુસી ફોનનો કેમેરો ચાલુ કર્યો, કપડા ઉતાર્યા અને…

 | 4:19 pm IST

ઘણીવાર લોકો સેક્સના આવેશમાં આવીને સ્થિતિનું અને સ્થળનું ભાન ભુલી જતા હોય છે. જેને લઈને ભારે વિવાદ સર્જાતો હોય છે. આવી જ ઘટના મ્યાનમારમાં ઘટી છે. આ ઘટનાને ઈટાલીના એક કપલે અંજામ આપ્યો છે જેને લઈને દેશમાં ભારે નારાજગી ફેલાઈ છે.

ઈટલીના એક કપલે મ્યાનમારના પવિત્ર સ્થળ બાગાનમાં પોતાનો 12 મિનીટનો એક પોર્ન વીડિયો બનાવ્યો છે. એટલું જ નહિ, આ કપલે આ વીડિયોને પોર્ન વેબસાઈટ પર પણ અપલોડ કરી દીધો હતો. જેને લઈને ભારે બબાલ મચી જવા પામી છે. મ્યાનમારના નાગરિકો આ મુદ્દે બહુ જ નારાજ થયા છે. 9મી સદીથી લઈને 13મી શતાબ્દી વચ્ચે બનેલા લગભગ 300 પેગોડા અને મંદિર માટે બાગાન ફેમસ છે, જેને યુનેસ્કો (UNESCO) દ્વારા વૈશ્વિક ધરોહર જાહેર કરાઈ છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં મુસાફરો આવે છે.

કપલે ગત ગુરુવારે આ પોર્ન વીડિયોને ચર્ચિત પોર્ન વેબસાઈટ પોર્નહબ ડોટ કોમ પર અપલોડ કર્યો હતો. આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકોએ જોઈ લીધો છે. સ્થાનિક લોકોને આ ઘટનાની જાણ થતા તેઓમાં ભારે રોષ ફેલાયો હતો. વીડિયોમાં ઈટલીનું કપલ પ્રાચીન પેગોડાની બાજુમાં જ કપડા ઉતારીને ખુદનું વીડિયો શૂટ કરતુ દેખાઈ રહ્યું છે. જેના બાદ કપલે 12 મિનીટ સુધી વીડિયો રેકોર્ડ કર્યો છે.

સ્થાનિક લોકો સહિત વિદેશની અનેક ધાર્મિક અને પવિત્ર ઈમારતોમાં શોર્ટસ અને ઓછા કપડા પહેરીને ઘુસવુ પ્રતિબંધિત છે. ખાસ કરીને પેગોડા, મંદિરો અને ધાર્મિક ઈમારતોમાં અનુચિત કપડા પહેરવા પૂર્ણ રીતે પ્રતિબંધિત છે. મ્યાનમારની ધાર્મિક ઈમારતો અને તેના પરિસરોમાં ખુલ્લામાં કિસ કરવા જેવો અનુચિત વ્યવહાર કરવું પ્રતિબંધિત છે.

સેવ બાગાનમાં એક નાગરિક સમાજ ગ્રૂપ માયો સેટ સાને કહ્યું હતું કે, આ વીડિયોને જોઈ અમને ભારે આશ્ચર્ય થયું છે. અમારી ભાવનાઓને ઠેસ પહોંચી છે. ધાર્મિક ઈમારત અને પેગોડાની બહાર યૌનાચાર કરવું અસહનીય છે. આ વીડિયો તો બાગાનમાં શૂટ કરાયો, જે આપણા ધર્મ, સંસ્કૃતિ અને ઈતિહાસની અનમોલ ધરોહર છે. જે કદાપી સાંખી લેવા જેવી બાબત નથી.

આ વીડિયો પણ જુઓ : મહેસાણામાં પૂર્વ પાસના કન્વીનરનો વીડિયો વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન