Video: Myanmar plane in emergency touchdown as landing gear fails
  • Home
  • Featured
  • પાયલોટે પોતાની સુઝબુઝથી 89 લોકોનો જીવ બચાવ્યો, જુઓ ખતરનાક Video

પાયલોટે પોતાની સુઝબુઝથી 89 લોકોનો જીવ બચાવ્યો, જુઓ ખતરનાક Video

 | 3:45 pm IST

મ્યાંનમારમાં એક એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતા થતા ટળી છે. વિમાનના લેન્ડીંગ સમયે પ્લેનનું ગિયર ફેલ થઈ ગયુ હતુ. વિમાનમાં આગળના ભાગમાં જે પૈડુ હોય તેના વિનાજ રનવે પર વિમાનને ઉતારવું પડ્યુ. આ ટેકનીકલ ખામી સર્જાઈ ત્યારે પ્લેનમાં 89 લોકો સવાર હતા. ખુબજ હિમ્મત અને બહાદુરીથી પાયલોટે વિમાનમાં રહેલા લોકોનો જીવ બચાવી લીધો હતો. હાલ સોશિયલ મીડિયા પર આ વીડિયો ધુમ મચાવી રહ્યો હતો.

કહેવાય છે કે એક અઠવાડિયામાં બીજી વખત આ વિમાનમાં દુર્ઘટના થતા થતા ટળી છે. વિમાન દુર્ઘટના પાછળ હાલતો ટેકનીકલ ખરાબી દર્શાવવામાં આવી રહી છે.

મ્યાંનમારના સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલે જણાવ્યુ કે પાયલોટે વિમાનના આગળના પૈડાને ચાલુ કરવા લેન્ડીંગ ગિયર ઓન કરવાનો ભરપુર પ્રયાસ કર્યો હતો તેમાં તે નિષ્ફળ રહ્યો. ખુબ પ્રયાસ પછી રનવે પર લેન્ડીંગ કરવામાં આવ્યુ હતુ. પાયલોટે ખુબજ કુશળતા પૂર્વક જીવ બચાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન