Watch : Myanmar pilot safely lands plane on its nose, Hilarious Video
  • Home
  • Featured
  • પાયલટે કરાવ્યું ચોંકાવનારું લેન્ડિંગ, 87 પેસેન્જર્સના જીવ પડીકે, Video જોઇ છાતીના પાટિયા બેસી જશે

પાયલટે કરાવ્યું ચોંકાવનારું લેન્ડિંગ, 87 પેસેન્જર્સના જીવ પડીકે, Video જોઇ છાતીના પાટિયા બેસી જશે

 | 7:03 am IST

પાયલોટની કાર્યકુશળતા અને સુઝબુઝને કારણે મ્યાનમાર એરલાઇન્સની એક મોટી ફ્લાઇટનો દુર્ઘટનાથી બચાવ થયો હતો.વિમાનના લેન્ડિંગ ગિયરે અચાનક કામ કરવાનું બંધ કર્યું હતું, તેમ છતાં પાયલોટે પોતાની કુશળતાને બળે વિમાનને સુરક્ષિત લેન્ડિંગ કરાવીને મોટી દુર્ઘટના ટાળી હતી. સ્થિતી એવી હતી કે વિમાનને ઉતરાણ કરવાનું હતું અને લેન્ડિંગ ગિયર કામ નહોતું કરતું , તે ગિયરથી વિમાનના આગળના પૈડા(નોઝ) ખુલતા હોય છે. કુશળ પાયલોટે વિમાનના પાછલા પૈડાથી જ સફળ લેન્ડિંગ કરાવીને પ્રવાસીઓને ઉગારી લીધા હતા. એર લાઇન્સ અધિકારીઓ પણ પાયલોટની કુશળતાની પ્રશંસા કરી રહ્યા છે.

મ્યાનમાર નેશનલ એરલાઇન્સે નિવેદનમાં જણાવ્યું હતું કે,’યંગૂનથી ફ્લાઇટ મંડાલે માટે રવાના થઇ હતી. મંડાલે એરપોર્ટ પર ઉતરાણ કરતી વખતે પાયલોટ લેન્ડિંગ ગિયરને આગળ તરફ નહોતા લાવી શકતા અને તે જામ થયું હતું. પાયલોટ કેપ્ટન મયાત મો આંગે એરપોર્ટ પાસે બે વાર લેન્ડિંગ કરવા પ્રયાસ કર્યો કે જેથી એર ટ્રાફિક કંટ્રોલ જોઇને ચેક કરી શકે કે લેન્ડિંગ ગિયરના પૈડા નીચેની તરફ ખુલ્યા કે નહીં’

લેન્ડિંગ ગિયર ખોટકાયાના સંજોગોમાં પાયલોટે ઉતરાણ માટેના ઇમરજન્સી ઉપાયો અજમાવવા નિર્ણય લીધો. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘ વિમાનમાં ઇંધણ ખલાસ થઇ જાય અને વજન ઘટે તે હેતુસર પાયલોટે દૂર સુધી ઉડયન કર્યું. તે પછી વિમાનના પાછલા પૈડાની મદદથી લેન્ડિંગ કર્યું.’

ફ્લાઇટે ઉતરાણ કરતાં જ કેબિન ક્રૂએ તમામ પ્રવાસીને ઇમરજન્સી દ્વારથી વિમાન બહાર કાઢયા હતા.પ્રવાસીઓને વિમાન બહાર કાઢવાની કામગીરી પણ આંધાધૂધી વિના થઇ અને કોઇ પ્રવાસીને ઇજા પહોંચી નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન