My Jio app now offers corona virus symptom checker tool
  • Home
  • Corona live
  • ઘરે જ રહો સેફ રહો, કોરોનાથી હવે ડરશો નહીં જિયો લાવ્યું ખાસ ફિચર્સ

ઘરે જ રહો સેફ રહો, કોરોનાથી હવે ડરશો નહીં જિયો લાવ્યું ખાસ ફિચર્સ

 | 12:13 pm IST

દુનિયાભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે લોકોને સતત એવી ચિંતા સતાવી રહી છે કે શું મને પણ કોરોના વાયરસનો ચેપ તો નથી લાગ્યો ને? દુનિયાભરની હૉસ્પિટલો દર્દીઓથી ભરેલી છે, આ ઉપરાંત કોરોનાની ટેસ્ટિંગ કિટ તમામ લોકો માટે ઉપલબ્ધ નથી. આવી કટોકટીની સ્થિતિમાં રિલાયન્સ Jioએ MyJio appમાં કોરોના વાયરસ સંદર્ભે અનેક ઉપયોગી ફિચર્સ ઉમેર્યા છે. જેમાં કોરોના વાયરસ ટેસ્ટિંગ ટૂલનો પણ સમાવેશ થાય છે. આ ફિચર્સ ભારતના તમામ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે.

આ નવા ફિચર્સમાં ઘરેથી કેવી રીતે કામ કરવું, ઘરબેઠા કેવી રીતે નવી માહિતી મેળવવી, ડિજિટલ ટૂલના માધ્યમથી ઘરે જ મેડિકલ કન્સલ્ટેશન કેવી રીતે મેળવવું, ભારતમાં તમામ રાજ્યમાં આવેલા ટેસ્ટ સેન્ટરોની માહિતી, કોવિડ 19 અંગે જાહેર થતાં તાજા આંકડા, કોરોના વાયરસ અંગે તમારા મનમાં ઉભા થતા સવાલોના જવાબ, તમામ વિસ્તાર માટે જાહેર કરેલા હેલ્પલાઇન નંબર વગેરેની માહિતી મેળવી શકો છે.

આ એપમાં આપવામાં આવેલા કોરોનાના લક્ષણોની તપાસ કરતા ટૂલની આજકાલ લગભગ તમામ લોકોને જરૂર છે. આના માધ્યમથી તમે તમારો, તમારા બાળકો, પરિચિતો, પરિવારના સભ્યોનો ટેસ્ટ કરી શકો છો. આ માટે તમને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવશે. પ્રશ્નોના પ્રથમ સેટમાં તમને જાતી, ઉંમર અને વર્તમાન બીમારી વિશે પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારબાદ તમે છેલ્લા 14 દિવસ દરમિયાન અમુક ચોક્કસ દેશની મુસાફરી કરી છે કે નહીં તે અંગેના સવાલો પૂછવામાં આવશે. તમને પૂછવામાં આવશે કે તમે છેલ્લા 14 દિવસમાં કોરોના વાયરસ જેવા લક્ષણો દેખાતા હોય તેવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો કે નહીં.

તમામ સવાલોના જવાબ આપ્યા પછી આ એપ તમને કોરોનાનો ચેપ લાગવાની શક્યતા કેટલા ટકા છે તેની માહિતી આપશે. આ ઉપરાંત તેમને ચેપ લાગી ગયો છે તેની શક્યતા હશે તો તે અંગે પણ માહિતી આપશે. આ ઉપરાંત આ એપમાં કોરોના વાયરસ અંગે ફેલાઇ રહેલી જુદી જુદી ભ્રમણા, લક્ષણોની માહિતી, તે કેવી રીતે ફેલાઈ છે, તમારી જાતને સુરક્ષિત રાખવા માટે શું કરવું, જો તમારા ઘરે બાળક અથવા પાળતું પ્રાણીઓ હોય તો કેવી તકેદારી રાખવાની જરૂર છે, વૃદ્ધો તેમજ ગર્ભવતી મહિલાઓએ કેવી કેવી કાળજી રાખવી વગેરે બાબતો અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.

આ વીડિયો પણ જુઓ : ગુજરાતમાં કોરોનાના કુલ 36 કેસ પોઝિટિવ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન