મારી દ્રષ્ટિએ ફ્રેન્ડશિપ ડેનું મહત્ત્વ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Friendship Day
  • મારી દ્રષ્ટિએ ફ્રેન્ડશિપ ડેનું મહત્ત્વ

મારી દ્રષ્ટિએ ફ્રેન્ડશિપ ડેનું મહત્ત્વ

 | 1:53 am IST
  • Share

મારી બેસ્ટ ફ્રેન્ડ પિનલ છે. તે મારી બેસ્ટ ફ્રેન્ડ છે. અમે બંને સમજણા પણ ન હતા ત્યારથી એકબીજાની સાથે છીએ, કારણ કે પિનલ મારા ઘરની બાજુમાં જ રહે છે. અમારા બંનેની મમ્મી પણ સારી ફ્રેન્ડ છે, તેથી પહેલેથી અમે જ્યાં જઇએ ત્યાં સાથે જ જતા હતા. અમારા બંનેની સ્કૂલ, ટયૂશન પણ એક જ હતાં. આજે તો હું ધોરણ ૬માં આવી ગઇ છું, તે પણ મારી સાથે મારી જ સ્કૂલમાં ભણે છે, હવે જ્યારે બજારમાં ફ્રેન્ડશિપ ડે વેચાતા જોઉં છું ત્યારે મને વિચાર આવે છે કે ફ્રેન્ડશિપ ડેનું પણ મહત્ત્વ હોય છે.

ફ્રેન્ડ માટે તો હું હંમેશાં કોઇપણ કામ કરવા માટે તૈયાર હોવંુ છું સાથે મારી ફ્રેન્ડ પિનલ પણ મારા માટે કોઇપણ કામ કરવા તૈયાર જ હોય છે. પિનલ અને મારા માટે ફ્રેન્ડશિપ ડે ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે નાના હતા ત્યારે આ દિવસ ક્યારે આવે છે અને આ દિવસ કોના માટે હોય?, આ દિવસનું સેલિબ્રેશન કેવી રીતે કરવું? તે વિશે કોઇ માહિતી કે જાણકારી ન હતી. જ્યારે ધીમેધીમે દરેક ડેનું મહત્ત્વ ખબર પડી ખાસ કરીને ફ્રેન્ડશિપ ડેની. ત્યારથી આ દિવસ હું અને પિનુ આખો દિવસ સાથે વિતાવીએ છીએ, સવારે તે મારા ઘરે જમે છે, અને સાંજે હું તેના ઘરે જમું છું. આમ અમે બંને એકબીજાના ઘરે જમીએ છીએ. અમે એક જ સોસાયટીમાં રહીએ છીએ, તેથી સાંજે અમે સોસાયટીના ગાર્ડનમાં જઇને ખૂબ જ વાતો કરીએ અને પછી બહારની દુકાનમાંથી આઇસક્રીમ લઇને ખાઇએ. અરે મૂળ વાત તો રહી જ ગઇ વહેલી સવારે ઊઠીને તૈયાર થઇને સોસાયટી પાસે આવેલા મંદિરે અમે મળીએ અને ત્યાં એકબીજાને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધીને ચોકલેટ આપીએ તથા એકબીજા માટે અમે જાતે કાર્ડ બનાવીએ છીએ. તે કાર્ડ પણ ગિફ્ટમાં આપીએ છીએ, ગિફ્ટ આપવા માટે તો એવો જ પ્રયત્ન કરીએ છીએ કે જે વસ્તુ બનાવીએ તે અમે જાતે જ બનાવી હોય તથા આ દિવસે અમે બંને એક જ રંગના કપડા પહેરીએ છીએ.

આ સાથે ભગવાનના દર્શન કરીને પ્રાર્થના કરીએ છીએ કે અમારી આ ફ્રેન્ડશિપને વર્ષો સુધી કાયમ રાખજે, કોઇપણ સારો કે ખરાબ સમય આવે અમારી મિત્રતા આજ રીતે કાયમ રહે તેવી પ્રાર્થના.

 

[email protected]

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો