Mysterious death of mother-daughter solved in Vadodara
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વડોદરામાં મા-દીકરીના શંકાસ્પદ મોતનો કોયડો ઉકેલાયો

વડોદરામાં મા-દીકરીના શંકાસ્પદ મોતનો કોયડો ઉકેલાયો

 | 1:08 pm IST
  • Share

  • વડોદરામાં માતા-પુત્રીના ચકચારી ઘટનામાં રહસ્ય પરથી પડદો ઊંચકાયો

  • આડાસંબંધમાં કાંટા રૂપ બનતા પતિએ જ પત્ની અને પુત્રીની હત્યા કરી હતી

  • પત્ની અને માસુમ પુત્રીની ગળુ દબાવી હત્યા કર્યા બાદ ઝેર પીવડાવી દીધું

 

વડોદરાના ન્યૂ સમા રોડ ઉપર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં રહસ્યમય રીતે મોતને ભેટેલ માતા-પુત્રીના ચકચારી ઘટનામાં રહસ્ય પરથી પડદો ઊંચકાયો છે. પતિએ જ પત્ની અને માસુમ પુત્રીની ગળુ દબાવી હત્યા કર્યા બાદ ઝેર પીવડાવી દીધું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસ તપાસમાં પતિની કરતૂતોનો પર્દાફાશ થયો છે.

પોલીસ તપાસમાં માતા-પુત્રીની બેવડી હત્યા પતિના અન્ય મહિલા સાથે આડા સબંધ, ઘર જમાઇ તરીકે રહેવાની મજબૂરી તેમજ પત્નીની અજુગતી માંગણીઓ જેવા વિવિધ કારણો જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. સમા પોલીસે પત્ની અને પુત્રીની હત્યા કરીને મોતને ઘાટ ઉતારનાર પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય બાબત એ છે કે, વડોદરા શહેર-જિલ્લામાં પતિ દ્વારા પત્નીની હત્યાનો ત્રીજો બનાવ બન્યો છે. આ રીતે બની રહેલા ગુનાઓ આજકાલના કથળી રહેલા સામાજીક સ્તર તરફ આંગળી ચીંધી રહ્યા છે.

પતિ તેજસ પટેલ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પતિ તેજસ પટેલે પહેલા પુત્રી અને બાદમાં પત્નીને ઝેર આપી કરી હત્યા હતી.બે દિવસની આકરી પૂછપરછ બાદ આરોપી પતિએ કરી કબુલાત. પોલીસે મધરાતે ગુનો દાખલ કર્યો હતો. ચોકલેટમાં ઝેર આપીને હત્યા કરી હોવાની આશંકા છે. પતિના આડાસંબંધમાં કાંટા રૂપ બનતા તેજસ પટેલે પત્ની અને પુત્રીની હત્યા કરી હતી

શોભનાનો ભાઈ અને તેજસ એક જ જગ્યાએ નોકરી કરતા હતા

શોભનાને પતિ તેજસના પ્રેમસંબંધ વિશે જાણકારી હતી

વર્ષ 2017-18માં શોભનાને પતિના પ્રેમ સબંધ વિશે અણસાર આવી ગયો હતો. શોભનાનો સગોભાઈ અને તેજસ એક જ જગ્યાએ નોકરી કરતા હતા. તેને પણ બનેવીના સબંધોની જાણ થઈ હતી. જેથી સાળાએ તેજસની માતાને ઘરે બોલાવી આ બાબતે ચર્ચા પણ કરી હતી. જે તે વખતે માતાએ તેજસને ઠપકો આપતાં વિષય આગળ વધ્યો ન હતો. સમયાંતરે કરૂણ અંજામ સામે આવ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો