સમુદ્રના પાણીમાં પગ બોળતાં જ મળી આજીવન ઈજા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • સમુદ્રના પાણીમાં પગ બોળતાં જ મળી આજીવન ઈજા

સમુદ્રના પાણીમાં પગ બોળતાં જ મળી આજીવન ઈજા

 | 7:25 pm IST

ઓસ્ટ્રેલિયાના સમુદ્રમાં પગ ધોવા ગયેલા કિશોરને આજીવન ઈજા મળી છે. આ વિશે જાણીને રૂંવાટા ખડા થઈ જશે.

16 વર્ષનો સેમ કેનિજે બીચ કિનારે ફુટબોલ રમતો હતો અને તેના પગ ગંદા થઈ ગયા હતાં. સેમ સમુદ્રમાં તેના પગ ધોવા ગયો હતો, પરંતુ સમુદ્રના પાણીમાં પગ મુકતા જ તેને આજીવન ઘાના નિશાન મળી ગયા હતાં.

કિશોરે પાણીમાંથી પગ બહાર કાઢતાં તે લોહીથી લથપથ હતાં. તેને તુરત હોસ્પિટલ લઈ જવાયો હતો. ડોકટરો સેમની સ્થિતિ જોઈ ચોંકી ગયા હતાં. સેમના પગને ધોવામાં આવતાં તેમા કોઈએ સોઈઓ ભોંકી હોય તેવા છીદ્ર નજરે પડ્યા હતાં.

પુત્રની આવી સ્થિતિ જોઈ તેના પિતા જેરોડે સાચી સ્થિતિ જાણવાનોનું નક્કી કર્યું હતું. જેરોડ તે જ બીચ પર પાછા ગયા અને સાચી સ્થિતિ જાણી લીધી હતી. તેમણે જાળમાં સેંકડો કિડા કેદ કર્યા હતાં. તેમણે જોયું કે કિડા માસને ચોંટી ગયા હતાં અને લોહી ચુસતા હતાં. આ કિડા જીવતા માણસને નિશાન બનાવે છે. અસંખ્ય કિડાઓ સેમના પગને ચોંટી ગયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન