Mystery Girl Navneet Gautam is a massage therapist of RCB team.
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • RCBનો ખેલાડી જે યુવતીને જોઇ હસતો હતો તે મિસ્ટ્રી ગર્લ તો નીકળી…

RCBનો ખેલાડી જે યુવતીને જોઇ હસતો હતો તે મિસ્ટ્રી ગર્લ તો નીકળી…

 | 6:11 pm IST
  • Share

IPL-2021ના બીજા તબક્કાની બીજી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 9 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સના બોલરોએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને માત્ર 92 રનમાં આઉટ કરી દીધું હતું. આ પછી KKR એ RCB ને 9 વિકેટે હરાવ્યું અને જોરદાર વિજય નોંધાવ્યો. મેચ દરમિયાન જ્યારે પ્લેયર્સ રમી રહ્યાં હતા ત્યારે મેદાનની બહાર એક અલગ જ મેચ ચાલી રહી હતી. RCB ટીમના બોલર કાયલ જેમીસનનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો, જેમાં તે RCB કેમ્પની એક છોકરીને ડગઆઉટમાં બેઠેલી જોઈને હસતો હતો.

કાયલ જેમ્સનના આ ફોટાને લઈને સોશિયલ મીડિયા પર ઘણા બધા મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સનસનાટી મચી ગઈ અને લોકોએ અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું.

કોણ છે RCBની મિસ્ટ્રી ગર્લ?

વાયરલ ફોટોમાં દેખાતી યુવતી ખરેખર આરસીબી ટીમની મસાજ થેરેપિસ્ટ છે. તેનું નામ નવનીતા ગૌતમ છે અને તે કેનેડાની નાગરિક છે. તેનો જન્મ 11 એપ્રિલ 1992માં વૈનકૂવરમાં થયો હતો. નવનીતા ગૌતમે વર્ષ 2019માં આરસીબી ટીમને જોઇન કરી હતી. ત્યારથી તે ફ્રેંચાઇઝીની પ્રથમ અને એક માત્ર ફિમેલ સપોર્ટ સ્ટાફ બની હતી. નવનીતા જણાવે છે કે, તેના માટે આ એક ડ્રીમ જોબથી ઓછુ નછી. આ પહેલા તે ગ્લોબલ ટી-20 કેનેડા ટૂર્નામેન્ટમાં ટોરંટોની સાથે પણ કામ કરી ચૂકી છે.

ખેલાડીઓને માને છે ભાઇ

જ્યારે નવનીતાને પૂછવામાં આવ્યું કે, શું આરસીબી ટીમ અને આઇપીએલમાં એકમાત્ર મહિલા સપોર્ટ સ્ટાફ હોવાથી તેને કોઇ પણ પ્રકારની ગભરામણ થાય છે કે નહીં, તેના જવાબમાં તેણે કહ્યું કે, બિલકુલ નહીં, આ એવું છે કે 20 ભાઇ હંમેશા મારી સાથે રહે છે, ધીરે-ધીરે પરંતુ બદલાવ આવી રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો