Mystery Of Bhangarh Fort: Story Behind Most Haunted Place In India
  • Home
  • Featured
  • ભાનગઢ કિલ્લાની આસપાસ છે એક એવું ગામ, રાણી રત્નાવતી અને જાદુગરની કહાની હાલ પણ વણઉકેલાયેલી

ભાનગઢ કિલ્લાની આસપાસ છે એક એવું ગામ, રાણી રત્નાવતી અને જાદુગરની કહાની હાલ પણ વણઉકેલાયેલી

 | 12:26 pm IST

ભાણગઢનો આ કિલ્લો રાજસ્થાનના અલવર જિલ્લામાં સ્થિત છે. કેટલાક લોકો આ કિલ્લાને કેટલાક તાંત્રિક દ્વારા ભૂતિયા અને શ્રાપિત માને છે. આ કિલ્લો વર્ષોથી રહસ્યમય રહ્યો છે. ભારત સરકારના પુરાતત્ત્વીય વિભાગે રાત્રે આ કિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ તે જાણીને આશ્ચર્ય થશે કે રાણી રત્નાવતી અને દુષ્ટ જાદુગરની કથા વચ્ચે ફરી એક વાર ત્યાં ગામ વસી ગયું છે અને પહેલાની જેમ પ્રવાસીઓની અવર જવર પણ શરૂ થઇ ગઇ છે કારણકે તેની પાછળનું કારણ રહસ્યમય છે.

આશરે 100 વર્ષ પહેલાં, અજાબગઢનાં ઝીંઝાર ગામમાં ડરામણા અનુભવોની વાર્તાઓ હતી. ભારતના સૌથી ડરાવના સ્થાનમાંથી ભાનગઢ કિલ્લો પાસે હોવાના કારણે અજબગઢ ગામમાં જોવામાં આવેલા અજીબ અનુભવોને કારણે લોકો ગામ છોડીને જવા લાગ્યા. આ ઉપરાંત, જાદુગરો અને કાળા જાદુ કરનારાઓએ ગામને શ્રાપ આપ્યો, લોકોએ તેમના ભયથી ઘર છોડી દેવાની ફરજ પડી. પશુઓને ખાવાનું અને ખેતરોમાં પાણી પહોંચાડવામાં અસમર્થતાને કારણે લોકો મહાનગરોમાં આજીવિકાની શોધમાં નીકળ્યા હતા.

2018થી એવું માનવામાં આવે છે કે અજબગઢનું ભૂત ગામ હવે ફરીથી પાટા પર આવી રહ્યું છે. ત્યજી દેવાયેલા ગામથી લગભગ એક કિલોમીટર દૂર, એક નવી સંસ્કૃતિ શરૂ થઈ છે જ્યાં સમુદાયનું નિર્માણ શરૂ થયું છે. બીજા સ્થાને સ્થળાંતર કરનારાઓ હવે ઘરે પરત ફરી રહ્યા છે, કોઈ પણ પ્રકારનો કોઈ શ્રાપ ગામને ફરીથી સ્થાયી થવામાં રોકી શક્યો નથી, ગામ હવે દાયકાઓથી ‘દુષ્કાળની કટોકટી’માંથી બહાર આવ્યું છે.

કેટલાક સાહસી લોકો દ્રારા અજબગઢમાં શરૂ કરવામાં આવેલા લણણી અને સંરક્ષણ પ્રયત્નોએ અસર કરી છે ગ્રામીણ 2500 પરિવારો માટે ન માત્ર રીંગણ, રાઇ, ભીંડા, ટામેટા, ઘઉં ઉગાવી રહ્યા છે. પરંતુ શહેરમાં વેંચી પણ રહ્યા છે. હવે નવા અજબગઢમાં મકાન, દુકાનો અને એક સરકારી સ્કુલ છે. જેને રાની રત્નાવતીની કહાની અને દુષ્ટ જાદુગરથી કહાનીને પાછળ છોડી ભાનગઢ કિલ્લાની આસપાસ પ્રવાસીઓને તે સ્થાન અને ગામની યાત્રા કરવાની સંભાવના ખોલી દીધી છે. જોકે, ગ્રામના લોકો હાલ પણ ખરાબ આત્માઓથી બચાવ માટે સુરક્ષા રાખે છે.

આ પણ જુઓ : રાજકોટમાં જાહેરમાં મળી આવી PPE કીટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન