ઇરાકના ભૂતપૂર્વ સરમુખત્યાર સદ્દામ હુસૈનનો મૃતદેહ કબરમાંથી અદ્રશ્ય થઈ ગયો! - Sandesh
  • Home
  • World
  • ઇરાકના ભૂતપૂર્વ સરમુખત્યાર સદ્દામ હુસૈનનો મૃતદેહ કબરમાંથી અદ્રશ્ય થઈ ગયો!

ઇરાકના ભૂતપૂર્વ સરમુખત્યાર સદ્દામ હુસૈનનો મૃતદેહ કબરમાંથી અદ્રશ્ય થઈ ગયો!

 | 12:12 pm IST

ભૂતપૂર્વ ઇરાકી સરમુખત્યાર સદ્દામ હુસૈનનું શરીર તેમની કબરમાંથી અદ્રશ્ય થઈ ગયું છે. વર્ષ 2006માં સદ્દામ હુસૈનને ફાંસી આપવામાં આવી હતી. તેની કોંક્રિટની તૂટેલી કબર ખાલી મળી આવી છે.

વાત એમ છે કે સદ્દામ હુસૈનને 30 ડિસેમ્બર, 2006ના રોજ ફાંસી આપવામાં આવી હતી. ફાંસી આપ્યા બાદ તેમના મૃતદેહને અમેરિકન લશ્કરના હેલિકોપ્ટરથી લાવવામાં આવ્યું હતું. સદ્દામના શબને ઇરાકના અલ અવજામાં દફનાવવામાં આવ્યું હતું. પાછળથી આ સ્થાન એક યાત્રાધામ સ્થળ તરીકે પ્રસિદ્ધ થઇ ગયું હતું.

સદ્દામના એક વંશજ શેખ મનફ અલી અલ નિદાએ કહ્યું છે કે કોઈએ તેમના મૃતદેહને કાઢી તેને સળગાવી દીધો છે. ત્યારે કબરની સુરક્ષા કરનારા સૈનિકોનું કહેવું છે કે ISના હુમલાઓના કારણે સદ્દામની કબર બરબાદ થઇ ગઇ.