N 95 Mask Controversy In Gujarat, Gov Sell Masks With Profit?
  • Home
  • Ahmedabad
  • ધમણ બાદ હવે N-95 માસ્ક મુદ્દે વિવાદ, નફાખોરી કરાતી હોવાનો સનસનીખેજ આરોપ

ધમણ બાદ હવે N-95 માસ્ક મુદ્દે વિવાદ, નફાખોરી કરાતી હોવાનો સનસનીખેજ આરોપ

 | 7:17 pm IST

રાજ્યમાં કોરોનાનાં ટેસ્ટ, ધમણ વેન્ટિલેટર બાદ હવે N-95 માસ્કને લઈને હવે વિવાદ શરૂ થયો છે. સરકારે હાલમાં જ જાહેરાત કરી હતી કે, અમૂલ પાર્લર પરથી 65 રૂપિયાની કિંમતે N 95 માસ્ક મળશે. પણ હવે આ મામલે એક નવો જ વળાંક આવ્યો છે. સરકારે માસ્કની મહત્તમ ખરીદ કિંમત 49.61 રૂપિયા નક્કી કર્યો છે. જે બાદ કોંગ્રેસ માસ્કમાં પણ નફાખોરી કરાતી હોવાનો આરોપ લગાવ્યો છે.

સીએમ વિજય રૂપાણીએ લોકડાઉનના ચોથા તબક્કામાં છૂટછાટની જાહેરાત કરતી વખતે અમુલ પાર્લર પરથી N 95 માસ્ક 65 રૂપિયાની કિંમતે આપવાની વાત કરી હતી. પણ સરકારના ખરીદ ભાવ અને વેચાણના ભાવમાં 15 રૂપિયા સુધીનો તફાવત જોવા મળે છે. કેમ કે, સરકારે N 95 માસ્કનો મહત્તમ ખરીદ ભાવ રૂ.49.61 નક્કી કર્યો છે.

આ મુદ્દો સામે આવતાં જ કોંગ્રેસ દ્વારા સરકાર પર સનસનીખેજ આરોપ મુકવામાં આવ્યા છે. કોરોનાના સમયમાં પણ નફાખોરી કરાતી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તેવામાં હવે રાજ્યમાં એક બાદ એક સરકાર પર અનેક આરોપો સામે આવી રહ્યા છે. હવે માસ્કને લઈને પણ સવાલો ઉભા થતાં સરકાર શું જવાબ આપે છે તેની તમામ રાહ જોઈ રહ્યા છે.

આ વીડિયો પણ જુઓઃ દમણ- વતન જવાની માગ સાથે હોબાળો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન