Iran Gave War Threat to America After Drone Attack In Saudi's Crude Plant
  • Home
  • Featured
  • અમેરિકાએ લગાવ્યો સાઉદીમાં ડ્રોન હુમલાનો આરોપ, તો ઈરાને આપી યુદ્ધની ખુલ્લી ધમકી

અમેરિકાએ લગાવ્યો સાઉદીમાં ડ્રોન હુમલાનો આરોપ, તો ઈરાને આપી યુદ્ધની ખુલ્લી ધમકી

 | 8:30 pm IST

સાઉદી અરબમાં દુનિયાનાં સૌથી મોટા ઑઇલ પ્લાન્ટ પર ડ્રૉન હુમલા બાદ એક તરફ જ્યાં તેની ઉત્પાદન ક્ષમતા અડધી રહી ગઈ છે. આ હુમલાની જવાબદારી યમન સ્થિતિ શિયા હૂતી વિદ્રોહીઓએ લીધી છે, જ્યારે સાઉદીનાં નજીકનાં સહયોગી અમેરિકાએ આના માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે. બીજી તરફ ઈરાનનાં વિદેશ મંત્રીએ અમેરિકાનાં આરોપોને નિરાધાર ગણાવતા ફગાવી દીધા છે. બીજી તરફ ઈરાની સેનાની સેનાનાં એક સીનિયર કમાન્ડરે ત્યાં સુધી કહી દીધું કે તેમનો દેશ અમેરિકા સામે ‘પૂર્ણ યુદ્ધ’ માટે તૈયાર છે.

ડ્રોન હુમલા માટે અમેરિકાએ ઈરાનને જવાબદાર ગણાવ્યું

આની સીધી અસર ભારત પર પણ પડશે, કારણ કે ઈરાન પર ક્રુડ ઓઇલ આયાત પર અમેરિકાનાં પ્રતિબંધ બાદ ભારત ઘણી હદ સુધી સાઉદી અરબ પર નિર્ભર છે. જો કે સાઉદી અરબે ક્રુડ ઓઇલ પુરુ પાડવા માટે યુદ્ધસ્તરે કામ આરંભ્યું છે. સાઉદી અરબની સૌથી મોટી તેલ કંપની અરામકોનાં પ્લાન્ટ્સ પર શનિવારનાં ડ્રોન હુમલા બાદ અમેરિકાએ આ માટે ઈરાનને જવાબદાર ગણાવ્યું. હુમલાની જવાબદારી યમનનાં હૂતી વિદ્રોહીઓએ લીધી છે, પરંતુ અમેરિકાનાં વિદેશ મંત્રી માઇક પૉમ્પિઓએ કહ્યું છે કે આ વાતનાં કોઈ પુરાવા નથી કે હુમલો યમન તરફથી થયો છે.

ઇસ્લામિક રિપબ્લિક પૂર્ણ રીતે યુદ્ધ માટે તૈયાર

ઈરાને પોતાના પર લાગેલા આ આરોપને ફગાવી દીધો છે. ઈરાને અમેરિકા પર આરોપ લગાવ્યો છે કે તે તેહરાનની વિરુદ્ધ કાર્યવાહીને યોગ્ય ઠેરવવા માટે આ જૂઠ ફેલાવી રહ્યું છે. ઈરાની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અબ્બાસ મૂસાવીએ એક નિવેદનમાં કહ્યું કે, “આવા નિરાધાર અને વગર વિચાર્યાનાં આરોપો લગાવવા નિરર્થક અને સમજથી બહાર છે.” ઈરાની સેના રિવેલ્યૂશનરી ગાર્ડ્સનાં એક સીનિયર કમાન્ડરે ચેતવણી આપતા કહ્યું કે ઇસ્લામિક રિપબ્લિક પૂર્ણ રીતે યુદ્ધ માટે તૈયાર છે.

ઈરાનની અર્ધસરકારી ન્યૂઝ એજન્સી તસનીમ ન્યૂઝનાં પ્રમાણે કમાન્ડર અમીરલી હાજીજાદેહે કહ્યું કે, “દરેકે જાણવું જોઇએ કે અમેરિકાનાં તમામ સૈન્ય અડ્ડા અને એરક્રાફ્ટ કેરિયર ઈરાનથી 2,000 કિલોમીટરનાં અંતરે છે જે અમારી મિસાઇલોનાં હદમાં છે.”

આ વિડીયો પણ જુઓ: રાજકોટમાં જેતપુરના ભેડામાં અસામાજિક તત્વોનો આતંક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન