sensex closed 450 points up
  • Home
  • Business
  • શાનદાર તેજી સાથે શેરમાર્કેટ બંધ, નિફ્ટીએ 10880નું સ્તર જાળવ્યુ

શાનદાર તેજી સાથે શેરમાર્કેટ બંધ, નિફ્ટીએ 10880નું સ્તર જાળવ્યુ

 | 4:20 pm IST

કાલનો કડાકો પચાવીને શાનદાર તેજી સાથે માર્કેટ બંધ થયુ છે. આજે ચારેતરફ ખરીદારીનો દિવસ રહ્યો. સેન્સેક્સ, નિફ્ટી બંને ઉચ્ચતમ સ્તરને સ્પર્શી શકવા સમર્થ બન્યા, સેન્સેક્સમાં 450 પોઈન્ટનો ઉછાળા સાથે ઈન્ડેક્સમાં 36300ના સ્તર પર બંધ થયો છે. આ બાજુ નિફ્ટીમાં 1 ટકાનો વધારે મજબુતાઈ સાથે 10880 પર ટકી રહ્યુ હતુ.

બેન્ક શેરોમાં ખરીદારી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી 150 પોઈન્ટ એટલેકે 0.6 ટકાની તેજી સાથે 27400.75ના સ્તર પર બંધ થયો છે. મિડકેપ ઈન્ડેક્સમાં 100 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે.

આજના કારોબારમાં વિપ્રો, ટેક મહિન્દ્રા યશ બેન્ક અને એચપીસીએલમા સૌથી વધુ તેજી જોવા મળી હતી. તો મારૂતિ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને ગેલમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. ઓયલ એન્ડ ગેસના શેરોમાં આજે સારો વધારો જોવા મળ્યો હતો. બીએસઈના ઓયલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં આજે 1.7 ટકાના વધારા સાથે માર્કેટ બંધ થયુ 

આઈટી મેટલ. રિયલ્ટી અને ફાર્મા શેરોમાં આજે સૌથી વધુ તેજી જોવા મળી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં 3 ટકાની તેજી મેટલ ઈન્ડેક્સમાં 1.6 ટકાની તેજી, ફાર્મા ઈન્ડેક્સમાં 0.9 ટકાની તેજી અને રિયલ્ટી ઈન્ડેક્સમાં 1.79 ટકા સાથે બંધ થયો છે.

કારોબારના અંતમાં બીએસઈના 30 શેરોમાં પ્રમુખ ઈન્ડેક્સામં સેન્સેક્સમાં 464.77 પોઈન્ટ એટલેકે 1.30 ટકાની તેજી સાથે 36318.33 સ્તર પર બંધ થયો છે. તો એનએસઈના 50 શેરોના પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 149.20 પોઈન્ટ એટલેકે 1.39 ટકાની મજબુતી સાથે 10886.80ના સ્તર પર બંધ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન