- Home
- Entertainment
- ‘ફિલ્લૌરી’ ને પાછળ છોડી ‘નામ શબાના’એ, જાણો કેવું રહ્યું બોક્સ ઓફિસ કલેક્શન

‘ફિલ્લૌરી’ ને પાછળ છોડી ‘નામ શબાના’એ, જાણો કેવું રહ્યું બોક્સ ઓફિસ કલેક્શન

તાપસી પન્નુની આ શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘નામ શબાના’એ પહેલા જ દિવસે 5.12 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. તાપસીએ પહેલા દિવસના બિઝનેસમાં અનુષ્કા શર્માને પણ પાછળ છોડી દીધી છે. અનુષ્કાની ‘ફિલ્લૌરી’એ પહેલા દિવસે 4.02 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
જો કે હાલમાં બોક્સ-ઓફિસ પર એક પણ બિગ બજેટ ફિલ્મ ન હોવાથી ‘નામ શબાના’ને બિઝનેસ કરવા માટે મોકળું મેદાન મળ્યું છે અને સારો બિઝનેસ કરશે એવો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે
ઉલ્લેખનીય છે કે, તરણ આદર્શે લખ્યું છે કે “#NaamShabana gets a boost due to Akshay’s star power… Evening shows fare better… Fri 5.12 cr. India biz.” જો કે આ ફિલ્મને અક્ષયના સ્ટારપાવરનો પણ ફાયદો મળ્યો છે. તાપસી પન્નુ અભિનીત ફિલ્મ નામ શબાના ફિલ્મ બેબીની પ્રિક્વલ ફિલ્મ છે. ફિલ્મ બેબીમાં અક્ષયકુમાર લીડ રોલમાં હતો અને તાપસીએ ફિલ્મમાં કેમિયો રોલ ભજવ્યો હતો. તાપસી સ્પેશિયલ ઓફિસર કઇ રીતે બની તેના પર નામ શબાના નામની આખી ફિલ્મ બનાવવામાં આવી છે. બોલિવૂડમાં પ્રિક્વલ ફિલ્મ એવી કદાચ આ પહેલી ફિલ્મ છે જેનું દિગ્દર્શન શિવમ નાયરે કર્યું છે. ફિલ્મમાં તાપસી ઉપરાંત મનોજ બાજપેયી, અનુપમ ખેર, અક્ષયકુમાર, ડેની ડેન્ઝોગ્પા, પૃથ્વીરાજ સુકુમારન મહત્ત્વની ભૂમિકામાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન