નડાબેટ સરહદ અશ્વોની હણહણાટીથી ગુંજી ઉઠી, જુઓ તસવિરો

151

થરાદના સુઇગામના સરહદે આવેલા નડાબેટ રણમાં ચોથો રાષ્ટ્રીય અશ્વ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર સ્પર્ધકો ઊંટ સહિત અશ્વો અને શ્વાન સાથે આવી પહોંચ્યા હતા.

suigam-2

જેમાં પ્રથમ દિવસે પોલીસ કર્મીઓઓ ડોગ શો તેમજ અશ્વ સવારોએ ટેટપેગિંગ ટીમ ટેટપેગિંગ, શો જંપિંગ, સિક્સબાર સહિત કરતબો યોજી દર્શકોને મંત્રમુઘ્ધ કર્યા હતા. તેમજ અનેક પદર્શનોને જોઈ દર્શકો આનંદિત થઈ ઉઠ્યા હતા.

suigam-5

નડાબેટમાં 2017 ચોથા અશ્વ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ભાગ લેનાર સ્પર્ધકો આવી પહોંચ્યા હતા. જેમાં પ્રથમ દિવસે પોલીસ કર્મીઓ દ્વારા ડોગ શો યોજ્યા હતા.

suigam-3

તેમજ અશ્વ પર સવાર થઈ ટેટપેગિંગ, ટીમ ટેટ પેગિંગ શો જંપીગ સહિત સિક્સબાર કરતબો યોજી દર્ધકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જે સ્પર્ધાઓમાં બનાસકાંઠા, પાટણ અને કચ્છના પોલીસ જવાનોએ અશ્વ પર સવાર થઈ દીલધડક કરતબો યોજી હતી.

suigam-6

મહોત્સવના પહેલા દિવસે પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત દર્શકો ખીલી ઉઠ્યા હતા. તેમજ બીએસએફ શસ્ત્ર પ્રદર્શન જોઈ દર્શકોમાં ભારે દેશપ્રેમનો જુસ્સો જોવા મળ્યો હતો. સીમા જનકલ્યાણ સમિતિ, સીમા સુરક્ષા બલ અને પ્રવાસન મંત્રાલય ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.