NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kheda – Anand
  • નડિયાદમાં જુગારધામ પર પોલીસના દરોડાં : ૧૪ શકુનિઓ ઝડપી પાડયાં

નડિયાદમાં જુગારધામ પર પોલીસના દરોડાં : ૧૪ શકુનિઓ ઝડપી પાડયાં

 | 6:34 am IST

નડિયાદ,તા.૧૯

નડિયાદ શહેર પોલીસે આજરોજ શહેરના સલુણ બજાર વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા ૧૪ જુગારીઓને ઝડપી પાડયા હતા. પોલીસે રૃા.૧૩,૩૯૦ નો મુદ્દામાલ કબજે લઈ મામલાની વધુ તપાસ હાથ ધરી છે.  નડિયાદ શહેરના સલુણ બજાર વિસ્તારમાં આજરોજ બાતમીના આધારે પાડવામાં આાવેલા દરોડોમાં પ્રકાશ ઉર્ફે ભયલુ કાળીદાસ રાવળ, વિક્રમ રમણભાઈ રાણા, જયેશ સોમાભાઈ ભોઈ, ટીનો ઉર્ફે સુનીલ ઉર્ફે પીટી મારવાડી,શાહબુદ્દીન ઉર્ફે મુન્નો સૈયદ, જિગ્નેશ રજનીકાંતભાઈ રાણા, અરવિંદ પ્રતાપભાઈ પરમાર,કૈવલ ગુણવંતભાઈ રાવળ, વિક્રમ ઉર્ફે ટીલ્લી બળદેવ રાણા, વિજય ઉર્ફે ભોઈ, મહેશ ભઈલાલભાઈ રાણા, સુરેશ કાળીદાસ ભોઈ, કૌશિક દિલીપભાઈ રાણાને નડિયાદ પોલીસે જૂગાર રમતાં સાહિત સહિત ઝડપી પાડી રૃા.૧૩,૩૯૦ નો મુદ્દામાલ કબજે લઈ મામલાની વધુ તપાસ હાથ ધરી હતી.