નડિયાદમાં એકલાં રહેતાં વૃદ્ધાની ગળે ટૂંપો દઈ હત્યા કે આત્મહત્યાથી મચ્યો ચકચાર - Sandesh
  • Home
  • Gujarat
  • નડિયાદમાં એકલાં રહેતાં વૃદ્ધાની ગળે ટૂંપો દઈ હત્યા કે આત્મહત્યાથી મચ્યો ચકચાર

નડિયાદમાં એકલાં રહેતાં વૃદ્ધાની ગળે ટૂંપો દઈ હત્યા કે આત્મહત્યાથી મચ્યો ચકચાર

 | 10:34 am IST

નડિયાદ શહેરમાં પીજ ભાગોળ વિસ્તારમાં એકલા રહેતા એક વૃધ્ધાની ગળે ટૂંપો દઈ કરવામાં આવેલી હત્યાને લઈને ચકચાર મચી જવા પામી હતી. જોકે ઘરમાંથી ચોરી થયાના કોઈ સગડ મળ્યા નથી. આ મામલે વૃધ્ધાના પુત્રની ફરિયાદના આધારે શહેર પોલીસ દ્વારા અજાણ્યા ઈસમ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

નડિયાદ શહેરના પીજ ભાગોળ વિસ્તારમાં શ્રીજી હોલની સામેના જ મકાનમાં રહેતા શાંતાબેન ભીખાભાઈ પંડિત (ઉ.વ.૭પ) ની કાલે સવારના સમયે કોઈ અજાણ્યા ઈસમે ગળે ટૂંપો દઈને હત્યા કરી નાખી હતી. સવારે પાડોશીઓએ શાંતાબેનને જોયા હતા, જોકે તેમના એક સ્વજન નજીકની હોસ્પિટલમાં તપાસાર્થે આવ્યા હોઈ, તેઓ શાંતાબેનને મળવા અને બાથરૂમ જવા માટે તેમના ઘરે આવ્યા હતા. આ સમયે શાંતાબેનનો ગળેટૂંપો દઈ હત્યા કરાયેલો મૃતદેહ જોઈને તેઓ ચોંકી ઉઠયા હતા અને તેઓએ બૂમાબૂમ કરતાં આસપાસથી પણ લોકો દોડી આવ્યા હતા, અને શાંતાબેનના નડિયાદ ખાતે રહેતા તેમના પુત્ર શશિકાંતભાઈને ઘટનાની જાણ કરી હતી. માતાની હત્યા થઈ હોવાનું જાણીને શશિકાંતભાઈ પણ આવી પહોંચ્યા હતા.

સ્વજનો એકઠા થતાં જ શહેર પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેથી શહેર પી.આઈ. પોતાના સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. મામલાની જાણ થતાં જ ડી.વાય.એસ.પી. પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા, અને સ્વજનોની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. ઘરમાં બળજબરીથી પ્રવેશ કરાયો હોવાનો, કોઈ સંઘર્ષ થયો હોવાનો કે પછી કોઈ વસ્તુ ચોરાઈ હોવાના કોઈજ સગડ મળ્યા ન હતા. આ ઉપરાંત શાંતાબેનને ગળે ટૂંપો દેવા માટે તેમજ તેમના હાથ બાંધવા માટે તેમની જ સાડીનો ઉપયોગ કરાયો હતો, અને એક સાડી પલંગની સામેની સેટી ઉપર પણ પડી હતી. ૩ સાડી લઈને તો કોઈ વ્યક્તિ ન બેઠું હોય, જેથી હત્યારાએ જ સાડી પણ કબાટ કે તિજોરીમાંથી કાઢી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતું. શાંતાબેને પહેરેલી સાડીથી તેમને ટૂંપો આપવામાં આવ્યો હતો, જ્યારે બીજી સાડી તેમના મોઢાના ભાગે વિંટી અને એજ સાડીના છેડે તેમના બંને હાથ બેરહેમીપૂર્વક બાંધી દેવામાં આવ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન