નડિયાદના કોરોનાગ્રસ્ત પ્રૌઢના સંપર્કમાં આવનાર ઉપર ખતરો - Sandesh
  • Home
  • Gujarat
  • નડિયાદના કોરોનાગ્રસ્ત પ્રૌઢના સંપર્કમાં આવનાર ઉપર ખતરો

નડિયાદના કોરોનાગ્રસ્ત પ્રૌઢના સંપર્કમાં આવનાર ઉપર ખતરો

 | 2:08 am IST

। વડોદરા ।

ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા નડિયાદના પ્રૌઢ અનેક લોકોના સંપર્કમાં આવ્યા હોવા ઉપરાંત તેમને બે વાર ડાયાલીસીસ પણ કરાવ્યુ હોવાની વિગતો સપાટી ઉપર આવી છે. જયારે હોસ્પિટલના અધિકારીઓ સાથે પણ તેઓ સંપર્કમાં હોવાની વહેતી થયેલા વાતથી હોબાળો મચી ગયો હતો. કેટલાક કર્મચારીઓ બધાને હોમ કવોરન્ટાઇન કરો તેવી માંગણી પણ તેમનામાં ઉઠવા પામી છે. બ્રિટનથી આવેલા ૫૫ વર્ષના પ્રૌઢને કોરોના શંકાસ્પદના લક્ષ્ણો જણાતા તેઓ ત્રણ દિવસ અગાઉ જીએમઇઆરએસ સંચાલિત ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રૌઢ કિડનીની બિમારીથી પીડાતા હોવાનું અને તેમને નડિયાદમાં ડાયાલીસીસ કરાવ્યુ હોવાની વિગતો પણ સપાટી ઉપર આવી છે. જોકે ત્યારબાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ ગોત્રી હોસ્પિટલમાં તબીબી અધિકારીઓ સહિતના સાથે સંપર્કમા પણ હતા. હવે જયારે તેમને પોઝિટિવ આવ્યો છે. ત્યારે જયાં તેમને ડાયાલીસીસ કરાવ્યુ હોય તે મશીન પણ સ્ટરીલાઇઝ કરાવવુ પડે જો તે દરમિયાન બીજા દર્દીઓને ડાયાલીસીસ થયુ હોય તો તેઓ પણ ઝપટમા આવી શકે તેવી સ્થિતિ હોવાથી તેમની પણ તપાસ કરીને હોમ કવોરન્ટાઇન કરાવો તેમજ ગોત્રી હોસ્પિટલના તબીબી અધિકારીઓ જે તેના સંપર્કમાં હતા તેમની સામે પણ સાવચેતીના પગલા રૂપે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

દવાખાનાનું કારણ અપાશે તો પોલીસ વેરિફિકેશન કરશે  

વડોદરા : લોક ડાઉનમાં માત્ર ઈમર્જન્સી સેવાઓ માટે જ ઘરમાંથી નીકળવાની છુટછાટ આપવામાં આવી છે. તેવા સંજોગોમાં પણ ઘણાં લોકો પરીવારના કોઈ સભ્યના મેડીકલ પેપર્સની ફાઈલ લઈને શહેરમાં ફરવા માટે નીકળી પડતાં હોય છે. હવે આવતીકાલે શુક્રવારથી દવાખાનાને લગતાં કારણો આપવામા આવશે તો પોલીસ દ્વારા કેસ પેપર્સમાં દર્શાવેલા ટેલીફોન નંબર ડાયલ કરીને અથવા રુબરુમાં સાથે આવીને વેરીફીકેશન કરાશે જો જે તે નાગરીકે ખોટો ઉત્તર આપ્યો હશે તો કાનૂની કાર્યવાહી થશે અને વ્હિકલ ડિટેઈન કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન