નડિયાદના યુવકની કેન્યામાં થઇ હત્યા, જાણીને થશે દુ:ખ - Sandesh
  • Home
  • World
  • નડિયાદના યુવકની કેન્યામાં થઇ હત્યા, જાણીને થશે દુ:ખ

નડિયાદના યુવકની કેન્યામાં થઇ હત્યા, જાણીને થશે દુ:ખ

 | 11:09 pm IST

નડિયાદ શહેરમાં રહેતા અને મૂળ નરસંડાના પટેલ પરિવારના પુત્રની કેન્યાના એલ્ડોરેટમાં ગોળીઓ ધરબીને હત્યા કરી દેવાનો બનાવ સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. આ અગાઉ પણ યુવકના મોટાભાઈની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હતી. વિદેશમાં ગુજરાતીઓ પર થઈ રહેલા હુમલા મામલે સરકાર કોઈ ઠોસ પગલાં ભરે તે જરૂરી છે.

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા અને મૂળ નરસંડાના પટેલ પરિવારના પુત્રની કેન્યાના એલ્ડોરેટમાં લૂંટના ઈરાદે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. ૪૩ વર્ષના અલ્પેશભાઈ ઉર્ફે ગુરૂ જસભાઈ પટેલ પોતાના સ્ટોરથી પરત જઈ રહ્યા હતા ત્યારે ત્યાંના સ્થાનિક કાળિયાઓએ તેમને આંતર્યા હતા. લૂંટ માટે આવેલા લૂંટારૂઓનો પ્રતિકાર કરવાની કોશિષ અલ્પેશભાઈએ કરી હતી, જોકે લૂંટારૂઓએ ફાયરીંગ કરતાં તેમના પેટના ભાગે ગોળી વાગી હતી. લૂંટ ચલાવી કાળિયાઓ ફરાર થઈ ગયા બાદ ગંભીર હાલતમાં અલ્પેશભાઈને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. બે કે ત્રણ વર્ષ અગાઉ આજ રીતે અલ્પેશભાઈના મોટાભાઈ સંજયભાઈની પણ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જ્યારબાદ પરિવારની સંપૂર્ણ જવાબદારી અલ્પેશભાઈ પર હતી. સંજયભાઈના બે સંતાનો, તેમના પત્ની, અલ્પેશભાઈના પત્ની તથા તેમના બે પુત્રો સાથેના સંપૂર્ણ પરિવારની જવાબદારી અલ્પેશભાઈના શીરે હતી, ત્યારે અલ્પેશભાઈના મોતને પગલે પરિવાર ભાંગી પડયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ગુજરાતીઓ ઉપર હુમલાના બનાવો સતત બનતાં જ રહેતા હોવા છતાં સરકાર દ્વારા કોઈ ઠોસ પગલાં લેવામાં આવતાં નથી. આ મામલે હવે વિદેશ મંત્રાલય દ્વારા ગંભીરતાથી કોઈ પગલાં ભરવામાં આવે તે ઈચ્છનીય છે.