નાફેડ દ્વારા મગફળીના ભાવમાં વધારો કરવામાં આવતાં સિંગતેલના ભાવ તેજી તરફી - Sandesh
  • Home
  • Business
  • નાફેડ દ્વારા મગફળીના ભાવમાં વધારો કરવામાં આવતાં સિંગતેલના ભાવ તેજી તરફી

નાફેડ દ્વારા મગફળીના ભાવમાં વધારો કરવામાં આવતાં સિંગતેલના ભાવ તેજી તરફી

 | 1:19 am IST

। રાજકોટ ।

નાફેડે મગફળીના ભાવ વધારતા સિંગતેલના ભાવ વધી રહ્યા છે. આજે સિંગતેલમાં દસ રૂપિયા અને કપાસિયા તેલમાં પણ ડબે દસ રૂપિયા વધારો થયો હતો.લૂઝ સિંગતેલનો ભાવ દસ રૂપિયા વધીને ૮૮૫ થી ૮૯૦ સાથે ૧૨-૧૫ ટેન્કરના વેપાર થયા હતા. કપાસિયાવોશમાં ૭૨૫-૭૨૮ના ભાવે ૩૦  ટેન્કરના વેપાર હતા. લૂઝ પામોલીનનો ભાવ રૂ. ૬૫૨ થી ૬૫૩, લૂઝ સોયાબીન તેલનો ભાવ રૂ. ૭૩૨ થી ૭૩૩ હતો. સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળી કપાસની  આવક વધવા લાગી છે. એગ્રિ કોમોડિટીમાં એરંડાના ભાવમાં ૨૦ રૂ. સુધારો હતો. ભાવ રૂ. ૮૮૦ થી ૯૧૪ હતો. કાળા તલમાં આજે પણ તેજીનો સળવળાટ હતો. અને બજાર રૂ. ૫૦ ઊંચી હતી. ૩૦૦ ગૂણીની આવક સાથે ઝેડ બ્લેકનો ભાવ રૂ. ૨,૬૭૫ થી ૨,૭૭૫ હતો. અને પ્રિમીયમ ઝેડનો ભાવ રૂ. ૨,૭૧૫ થી ૨,૮૭૫ હતો. ક્રશિંગનો ભાવ રૂ. ૧,૬૭૫ થી ૧,૮૭૫ હતો. સફેદ તલમાં પણ મણે ૫૦ થી ૭૫ રૂ.ની તેજી હતી. નવા તલની રાજકોટમાં ૬૦૦ બોરીની આવક હતી. પ્લસનો ભાવ ૨૫૦ થી ૨,૩૨૫ અને૯૯.૧નો ભાવ ૨,૧૮૦ થી ૨૨૨૫ હતો. ચોળીનો ભાવ રૂ. ૧૫ થી ૨૦ ઊંચો હતો. જીરૂમાં બજાર સ્ટેબલ હતી. એવરેજનોભાવ રૂ. ૩,૩૦૦ થી ૩૩૭૫ અને સારા જીરાનો ભાવ ૩,૪૫૦ થી ૩,૫૨૫, કિરાણાનો ભાવ રૂ. ૩,૫૨૫ થી ૩,૫૭૫ હતો.