નાફેડના ચેરમેન ચામડી બચાવવા ખોટા નિવેદનો કરે છે : કૃષિમંત્રી - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • નાફેડના ચેરમેન ચામડી બચાવવા ખોટા નિવેદનો કરે છે : કૃષિમંત્રી

નાફેડના ચેરમેન ચામડી બચાવવા ખોટા નિવેદનો કરે છે : કૃષિમંત્રી

 | 1:27 am IST

ગાંધીનગર, તા.૧૩

મગફળી કૌભાંડમાં હવે સામસામી આક્ષેપબાજી થઈ રહી છે. નાફેડના ચેરમેન વાઘજીભાઈએ મંગળવારે રાજ્ય સરકાર ઉપર આરોપો મૂક્યાં એ પછી રાજ્યના કૃષિમંત્રી રણછોડ ફળદુએ નાફેડના ચેરમેન વિરુદ્ધ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, વાઘજીભાઈ ચામડી બચાવવાની કોશિશ ના કરો. મફળીના ગોડાઉનોમાં આગ લાગી ત્યારે તમે ક્યાં હતા ? જો ખોટું થયું છે કે ગેરરીતિ થઈ છે, એવું તમને લાગતું હતું તો એ વખતે કેમ કોઈ ફરિયાદ ના કરી ? કે તપાસ પણ માગી નહીં ? હવે તમે તમારી જવાબદારીમાંથી છટકવા માટે ખોટા નિવેદનો કરી રહ્યા છે. કૃષિમંત્રીએ આ સંદર્ભે વિસ્તૃત પત્ર પણ નાફેડના ચેરમેનને પાઠવ્યો છે.

વાઘજીભાઈ તમે નાફેડના ચેરમેન છો, ગુજરાતના અને સૌરાષ્ટ્રના છો, છતાં લગભગ ૮ મહિનાથી મગફળીની તથા અન્ય જણસોની ખરીદી ચાલતી હતી ત્યારે નાફેડના ચેરમેન તરીકે કોઈ પણ કામમાં ક્યાંય ખોટું થયું હોય તો રાજ્ય સરકારનું એકેય વખત ધ્યાન દોર્યું નથી. નાફેડના ખરીદી સેન્ટર ઉપર મગફળીની ખરીદી વખતે નાફેડના પ્રતિનિધિ હાજર હોય છે જ અને એમની હાજરીમાં જ મગફળી બારદાન ભરી સીલ કરવામાં આવે છે અને ગોડાઉન ઉપર પણ ટ્રક ખાલી કરતી વખતે નાફેડ દ્વારા રેન્ડમ ચેકિંગ થાય છે જ, એટલે આ પ્રક્રિયામાં ગુજરાત સરકાર કયાંય સંકળાયેલી નથી, એમ ઉલ્લેખી કૃષિમંત્રીએ જણાવ્યું છે કે, નાફેડના ચેરમેન હવે કેટલીક મંડળીઓ ઉપર ગેરરીતિ કરવાનો આક્ષેપ કરે છે, પણ આ મંડળીઓની કામગીરી અંગે નાફેડે રાજ્ય સરકારને ક્યારેય ફરિયાદ કરી નથી, હજી પણ તમને ક્યાંય પણ ગેરરીતિ જેવું લાગતું હોય તો તમે લેખિત ફરિયાદ કરો, ગુજરાત સરકાર ગેરરીતિ કરનાર કોઈને પણ છોડશે નહીં.

;