Nafisa Ali stuck in Goa without ration and medicines her niece has tested positive for Covid-19 in Bengaluru
  • Home
  • Entertainment
  • Bollywood
  • લોકડાઉનના કારણે ગોવામાં ફસાઇ આ જાણીતી અભિનેત્રી, હવે તેની પાસે નથી રાશન અને દવાઓ, સંભળાવી એવી આપવીતી કે…

લોકડાઉનના કારણે ગોવામાં ફસાઇ આ જાણીતી અભિનેત્રી, હવે તેની પાસે નથી રાશન અને દવાઓ, સંભળાવી એવી આપવીતી કે…

 | 10:02 am IST

એક્ટિંગ સિવાય રાજનીતિમાં હાથ અજમાવી ચુકેલી નફીસા અલી કેન્સર મુક્ત થઇ ચુકી છે. લોકડાઉનથી પહેલા નફીસા તેમના પરિવાર સાથે ગોવા ગયા હતા. ગોવાથી પરત આવતા પહેલા જ લોકડાઉનની જાહેરાત થઇ ગયું અને અભિનેત્રી આ સમયે પરિવારની સાથે ગોવામાં છે. આ દરમિયાન નફીસાએ સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો કે હાલ તે કઇ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે.

એક ઇન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રીએ ઘણી વાતો જણાવી. નફીસાએ કહ્યું, કરિયાણાની દુકાનો ગત 6 દિવસોથી બંધ છે. હું કેન્સર સર્વાઇવર છું. મારે પૂરતું જમવાનું હોય છે. પરંતુ કેટલાક દિવસથી સૂકું ખાવાનું ખાઇ રહી છું. મારી પાસે ન તો શાક છે અને ન તો ફળ છે. હું હાલ મોર્જિમમાં છું અને અહીંના લોકો મુશ્કેલીની પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. માત્ર પણજીમાં સ્થિતિ સારી છે.

Nafisa Ali - Wikipedia

આ ઇન્ટરવ્યુ દરમિયાન નફીસાએ પણ જણાવ્યું કે તે 10 દિવસ ગોવા પરિવારની સાથે ફરવા આવી હતી. પરંતુ લોકડાઉનના કારણથી અત્યાર સુધી અહીં છીએ. અભિનેત્રીએ કહ્યું મારી દવાઓ ખતમ થઇ રહી છે. કુરિયર સેવાઓ કામ નથી કરી રહી. જેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ મોકલાવી શકતી નથી. તો હવે મારી પાસે શુ વિકલ્પ છે. હું હાલ કોઇ દવા લઇ રહી નથી,. જે મારા સ્વાસ્થ્ય માટે સારું નથી.

આ દરમિયાન નફીસાએ કહ્યું કે મારી ભત્રીજી કોરોના વાયરસ સંક્રમિત છે. અભિનેત્રીએ કહ્યું તેમની ભત્રીજી થોડાક દિવસ પહેલા જ સ્વિટઝરલેન્ડથી બેંગલુરુ પરત આવી. તે બાજ ટેસ્ટ કરાવવા પર ખબર પડી કે તે કોરોના સંક્રમિત છે. હાલ તે પહેલાથી સારા છે. તેમની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 1979માં આવેલી ફિલ્મ જુનુન નફીસા અલીના કરિયરની પહેલી ફિલ્મ હતી, તેમના આખા ફિલ્મી કરિયરમાં તેમણે માત્ર નવ ફિલ્મોમાં કામ કર્યું છે. જુનુન સિવાય મેજર સાહેબ, લાઇફ ઇ અ મેટ્રોસ, યમલા પગલા દિવાના અને ગુજારિશ તેમની યાદગાર ફિલ્મો છે.

આ પણ જુઓ : કોરોના સામે લડવા ડાંગનુ વહીવટી તંત્ર સતર્ક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન