nagarjuna reaction on naga chaitanya and samantha ruth prabhu divorce
  • Home
  • Entertainment
  • Bollywood
  • દીકરા નાગા ચૈતન્યના છૂટાછેડા પર નાગાર્જુનને કહ્યું: મારા પુત્ર પર….

દીકરા નાગા ચૈતન્યના છૂટાછેડા પર નાગાર્જુનને કહ્યું: મારા પુત્ર પર….

 | 5:42 pm IST
  • Share

  • નાગાર્જુને નાગા ચૈતન્ય અને સામંથાના અલગ થવાની વાત કરી 

  • દરેક પિતાની જેમ હું પણ તેમને લઈને ખૂબ ચિંતિત હતો

  • મારા પુત્ર પર મને ગર્વ છે: નાગાર્જુન

 

સાઉથના કપલ નાગા ચૈતન્ય અને સામંથા રૂથ પ્રભુએ ગયા વર્ષે અલગ થવાનો નિર્ણય લીધો હતો. નાગા અને સામંથાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આની જાણકારી આપી હતી. જે બાદ ચાહકો ચોંકી ગયા હતા. લગ્નના ચાર વર્ષ બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો.

નાગાર્જુને દીકરાના છૂટાછેડાને લઈને કરી વાત 

નાગા અને સામંથાના રસ્તા હવે અલગ થઈ ગયા છે અને બંને પોતપોતાના કામમાં વ્યસ્ત છે.ત્યારે છૂટાછેડાને લઈને પ્રથમ વખત નાગા ચૈતન્યના પિતા નાગાર્જુને ખુલીને વાત કરી છે.. નાગાર્જુન અને નાગા ચૈતન્ય ફિલ્મ બંગારાજુમાં સાથે જોવા મળશે. આ ફિલ્મ 14 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે તેને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન નાગાર્જુને નાગા ચૈતન્ય અને સામંથાના અલગ થવાની વાત કરી હતી.

મારા પુત્ર પર ગર્વ છે: નાગાર્જુન

નાગાર્જુને એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે મને મારા પુત્ર પર ગર્વ છે કે તે આ સમય દરમિયાન કેટલો શાંત હતો. તેને એક પણ શબ્દ બોલવા માટે ઉશ્કેરવામાં આવ્યો ન હતો. દરેક પિતાની જેમ હું પણ તેમને લઈને ખૂબ ચિંતિત હતો. જો કે હું તેમના માટે હતો તેના કરતા તે મારા માટે વધુ ચિંતિત હતો. તે મને પૂછતો હતો- તમે ઠીક છો પપ્પા? અને હું વિચારતો હતો કે મારે આ પૂછવું જોઈએ. સામંથાથી અલગ થયા બાદ નાગા ચૈતન્યએ પહેલીવાર આ વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે અમે બંનેએ પરસ્પર સહમતિથી આ નિર્ણય લીધો છે. જો તે ખુશ છે તો હું ખુશ છું. તમને જણાવી દઈએ કે નાગા ચૈતન્ય અને સામંથાના લગ્ન વર્ષ 2017માં થયા હતા. આ લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. બંને એક ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રેમમાં પડ્યા અને ત્યાંથી તેમના સંબંધોની શરૂઆત થઈ.

 

 

 

 

 

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો