આ એક્ટ્રેસને આવ્યો નાગિન એટેક, જુઓ શું કર્યું તેણે - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • આ એક્ટ્રેસને આવ્યો નાગિન એટેક, જુઓ શું કર્યું તેણે

આ એક્ટ્રેસને આવ્યો નાગિન એટેક, જુઓ શું કર્યું તેણે

 | 3:23 pm IST

કોરિયોગ્રાફર અને ફિલ્મ ડાયરેક્ટર ફરાહ ખાનના પગનું ફ્રેકચર અને હજી સુધી તેનું પ્લાસ્ટર હટ્યું નથી. આવામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના લોકો તેને મળવા જઈ રહ્યાં છે. હાલમાં જ તેની ખબર પૂછવા માટે ટીવી એક્ટ્રેસ નાગિન કરિશ્મા તન્ના પહોંચી હતી. ફરાહ ખાનની વ્હીલચેર ફિલ્મી સિતારાઓમાં બહુ જ ફેમસ થઈ રહી છે. થોડા સમય પહેલા જ અનેક સ્ટાર્સ તેના પર બેસેલા નજર આવી રહ્યા હતા, અને તેમણે સોશિયલ મીડિયા પર તેમની તસવીરો પોસ્ટ કરી હતી. જેમાં તેઓ વ્હીલચેર પર બેસેલા દેખાયા હતા.

કરિશ્મા તન્ના ફરાહને મળી તો તે પણ વ્હીલચેરનો મોહ છોડી ન શકી. તે પણ વ્હીલચેર પર બેસી હતી, પંરતુ તે તો એક ડગલુ આગળ રહી હતી. તેણે વ્હીલચેર પર બેસીને મેં નાગિન તુ સપેરા ગીત પર ડાન્સ કર્યો હતો. કરિશ્મા તન્નાએ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, કરિશ્માની નાગિન સીરિયલ ટૂંક સમયમાં જ ચેનલ પર આવવાની છે.