nagma debut with salman khan then worked in bhojpuri cinema
  • Home
  • Featured
  • Photos: સલમાન સાથે ડેબ્યુ કરનાર, સૌરભ ગાંગૂલી-રવિ કિશન સાથે જોડાયુ નામ ચર્ચામાં રહી આ અભિનેત્રી

Photos: સલમાન સાથે ડેબ્યુ કરનાર, સૌરભ ગાંગૂલી-રવિ કિશન સાથે જોડાયુ નામ ચર્ચામાં રહી આ અભિનેત્રી

 | 8:02 am IST

આજકાલ રાજનીતિમાં સક્રિય નગમા બોલિવૂડ, સાઉથની ફિલ્મો અને ભોજપુરી ફિલ્મોમાં ખુબજ લોકપ્રિય રહી છે. આ અભિનેત્રીનું નામ સૌરભ ગાંગુલી સાથે જોડાઇ ચુક્યુ છે. સલમાન સાથે ફિલ્મની કરિયરની શરૂઆત કરનાર અને સાઉથની ફિલ્મો અને ભોજપુરી ફિલ્મોમાં દમદાર એક્ટીંગ ભૂમિકા ભજવનાર અભિનેત્રી નગમા સતત ચર્ચામાં રહી છે.

નગમાએ 1990માં નગમાએ સલમાન ખાન સાથે ફિલ્મ બાગીથી ડેબ્યુ કર્યુ હતુ. નગમા બોલિવૂડમાં ખાસ કમાલ ન બતાવી શકી. નગમાએ તમિલ, તેલુગૂ, મલયાલમ અને કન્નડ સહિત 50થી વધારે ફિલ્મોમાં કામ કર્યુ છે.

આ અભિનેત્રીની ભોજપુરી ફિલ્મો માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ગંગામાં રોલ કરીને ભોજપુરી ફિલ્મોની સુપરસ્ટાર બની ગઈ છે.

નગમા અને રવિ કિશનનું નામ ખુબ ચર્ચામાં રહ્યુ. ક્રિકેટર સૌરભ ગાંગૂલી સાથે પણ નગમાનું નામ જોડાયુ.નગમાએ તો સૌરવ ગાંગુલી પ્રત્યે તેના પ્રેમનો સ્વીકાર કર્યો હતો જો કે સૌરવે ક્યારેય જાહેરમાં આ વાતની કબુલાત ન કરી. નગમા હવે રાજનીતિમાં તેનો હાથ અજમાવી ચુકી છે અને કોંગ્રેસ પાર્ટીની સભ્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન