નાગપુર આઇઆઇએમ માટે રૂ. ૩૭૯ કરોડનું ભંડોળ મંજૂર - Sandesh
  • Home
  • Mumbai
  • નાગપુર આઇઆઇએમ માટે રૂ. ૩૭૯ કરોડનું ભંડોળ મંજૂર

નાગપુર આઇઆઇએમ માટે રૂ. ૩૭૯ કરોડનું ભંડોળ મંજૂર

 | 1:36 am IST

। મુંબઈ ।

નાગપુર ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)ના બાંધકામ અને આસપાસના વિસ્તારનો વિકાસ કરવા માટે કેન્દ્રીય મંત્રીમંડળે રૂ. ૩૭૯.૬૮ કરોડના ભંડોળની મંજૂરી આપી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ બુધવારે થયેલી બેઠકમાં નાગપુર સહિત અમૃતસર, બોધગયા, સંબલપુર, સિરમૌર, વિશાખાપટ્ટનમ અને જમ્મુ દેશના સાત આઇઆઇએમના બાંધકામ અને આસપાસના વિકાસ માટે કુલ રૂ. ૩૭૭૫.૪૨ કરોડના ભંડોળને મંજૂરી આપવામાં આવી હતી.

આ આઇઆઇએમની સ્થાપના ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ના વર્ષમાં કરવામાં આવી હતી. હાલમાં આ સંસ્થાનું કામ તાત્પૂરતા વિસ્તારમાં ચાલી રહ્યું છે.

આ વિસ્તાર માટેનો કુલ ખર્ચ રૂ. ૩૭૭૫.૪૨ કરોડ જેટલો નિશ્ચિત કરવામાં આવ્યો છે. એ પૈકી રૂ. ૨૮૦૪.૦૯ કરોડ સંસ્થાના સ્થાયી વિસ્તારના બાંધકામ માટે ખર્ચ કરવામાં આવશે. આ તમામ આઇઆઇએમ ૬૦,૩૮૪ ચોરસ કિમી વિસ્તારમાં વિકસિત છે.

પ્રત્યેક આઇઆઇએમમાં ૬૦૦ વિદ્યાર્થી માટે તમામ પ્રકારની પાયાભૂત સુવિધા પૂરી પાડવામાં આવશે. વારંવાર થતા ખર્ચમાં આ તમામ સંસ્થાના પ્રત્યેક વિદ્યાર્થી પાછળ પાંચ વર્ષ માટે વાર્ષિક પાંચ લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

;